Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પાટીલ કરતા પણ આગળ નીકળી ગયા ભાજપના આ ઉમેદવાર, આપ્યો 500 પારનો નારો!

Loksabha Election 2024: અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાએ ભાષણ આપતા ભારે બાફ્યુ હતું અને કહ્યું હતું કે મોદી સાહેબ એ નારો આપ્યો છે કે અબ કી બાર ચારસો પાર...વધુ બોલતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે આપણે પાંચસો પાર કરીને બતાવશું...

ગુજરાતમાં પાટીલ કરતા પણ આગળ નીકળી ગયા ભાજપના આ ઉમેદવાર, આપ્યો 500 પારનો નારો!

કેતન બગડા/અમરેલી: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં આજે અમરેલી ખાતે બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જિલ્લાભરમાંથી સેંકડો કાર્યકરો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો હતો. આ સંમેલનમાં જ અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાની જીભ લપસી હતી.

ધો.10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, ચૂંટણીને લઇ જાણી લો ક્યારે આવશે રિઝલ્ટ

અમરેલી ખાતે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અમરેલી જિલ્લાના તમામ પાંચ ધારાસભ્યો, સાંસદ કાછડીયા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સીઆર પાટિલ એ અમરેલી લોકસભા બેઠક પાંચ લાખ મતોથી જીતવા માટે કામે લાગી જવા હાંકલ કરી હતી. આ સંમેલન અંગે અમરેલી લોકસભાના કલ્સ્ટર ઈન્ચાર્જ ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમરેલી સહિત તમામ 26 બેઠકો ભાજપ કબજે કરશે.

એક ખરાબ સમાચાર અને અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં 20% થયો ઘટાડો

અમરેલી ખાતે યોજાયેલા આ સંમેલનમાં ભાષણ આપતા અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાએ ભાષણ આપતા ભારે બાફ્યુ હતું અને કહ્યું હતું કે મોદી સાહેબ એ નારો આપ્યો છે કે અબ કી બાર ચારસો પાર...વધુ બોલતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે આપણે પાંચસો પાર કરીને બતાવશું...

ગુજરાતની ચૂંટણીમાં હવે પીએમ મોદીની એન્ટ્રી થશે, રાજ્યના ચારેય ઝોનમાં કરશે સભા

ભરત સુતરીયાના આ પ્રકારના ભાષણથી સભામાં સન્નાટો છવાઈ ગયો હતો. તેમના ભાષણની શરૂઆતમાં તેઓએ સ્ટેજ પર બેઠેલા સીઆર પાટીલ સહિતના એકપણ નેતાના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. આ મુદ્દે પણ સભામાં ઉપસ્થિત કાર્યકરોમાં કાનાફૂસી શરૂ થઈ હતી. 

શું આ બીમારીના કારણે એંગ્રી વુમન બની જાય છે જયા બચ્ચન? અચાનક ગુસ્સે થઈ ચીસો પાડવી...

સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સીઆર પાટીલ કરતા ભરત સુતરીયા તેમની ભાષા અને પાંચસો પારના નારા માટે ચર્ચામાં રહ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More