Home> Gujarat
Advertisement
Prev
Next

Amreli Earthquake: અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી

મરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા એક મહિનાથી સતત ભુંકપના ઝટકાથી ધરતી ધ્રુજી રહી છે.

Amreli Earthquake: અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 6 વાર ધરા ધ્રૂજી

ઝી બ્યુરો/અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનાથી વારંવાર ભૂંકપના અચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી રહી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન છઠ્ઠો ભુકંપનો આંચકો અનુભવાયો છે. આજે રાત્રે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો છે. ખાંભાના ભાડ ગામમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગીર જંગલના ગામડામાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે. ત્યારે આજે સાંજે નોંધાયેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાની ધારી ઇંગોરાળા વિસ્તારમાં નોંધાયું છે.

સુરત કોર્ટનો વધુ એક ચુકાદોઃ7 વર્ષની માસુમને પીંખ્યા બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસી

અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાથી ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં છેલ્લા એક મહિનાથી સતત ભુંકપના ઝટકાથી ધરતી ધ્રુજી રહી છે. ત્યારે મીતીયાળા તેમજ આજુબાજુના ગામો આજે પણ ધરતી ધ્રુજી હતી. રિકટર સ્કેલ પર 3.4ની તીવ્રતા હોવાનું સામે આવ્યું હતું સાવરકુંડલાના મીતાણા, સાકરપડા,ધજડી સહિતના ગામોમાં ભૂકંપ આંચકા અનુભવાયા હતા. એક જ દિવસમાં અલગ અલગ ત્રણ ઝાટકા અનુભવતા લોકોમાં પણ ભાઈ જોવા મળી રહ્યો હતો.

કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી

ગઇકાલે બે અને આજે પણ બેવાર ધરતી ધ્રૂજી
અમરેલી જિલ્લામાં 23 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યે 3.1ની તિવ્રતાનો ભૂંકપનો આંચકો મીતીયાળા પાસે, રાત્રે 11.35 વાગ્યે 3.4ની તિવ્રતાનો ધરતીકંપ ખાંભા પાસે આવ્યો હતો. જ્યારે આજે સવારે 11.50 વાગ્યે મીતીયાળા પાસે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આચકો આવ્યો હતો. ત્યારબાદ સાંજે ખાંભાના ભાડ ગામમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે.

નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More