Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલ

Liquor In Gujarat : અમરેલી ભાજપના નેતાએ રાજ્યમાં દારૂબંધી પર ઉઠાવ્યા સવાલ, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે બે યુવાનોને પકડ્યા, બાઈકમાંથી દેશી દારૂની પોટલી મળ્યાનો દાવો કરાયો, વિપુલ દુધાતે ઘટનાનો વીડિયો બનાવી જાહેર કર્યો

ગુજરાતમાં અહીં છાશની જેમ વેચાય છે દેશી દારૂ, ભાજપના જ નેતાએ ખોલી પોલ
Updated: Jul 04, 2024, 12:51 PM IST

Amreli News : ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, બાકી દારૂ તો બધે જ મળે છે. ગુજરાતમાં નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે. ત્યારે અમરેલીમાં ભાજપના યુવા નેતાએ ગુજરાતની દારૂબંધી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના આ નેતાએ સોશિયલ મીડિયામાં દારૂ પીનારાઓનો પુરાવો આપતો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોથી પોલીસ બેડા તથા ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. 

અમરેલીમાં વિપુલ દુધાતએ ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલીયામાં દેશી દારૂ સાથે 2 યુવાનોને પકડી પાડ્યા હતા. બંને યુવકો પાસેથી બાઈકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. અમરેલીના લીલીયા તાલુકામાં છાશની માફક દારુનું વેચાણ થતુ હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે. અમરેલી જિલ્લામાં તેમણે ખુદ દારૂ પકડીને તેનો વીડિયો જાહેર કર્યો છે. જેનાથી પોલીસ બેડામાં અને ભાજપ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. 

સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશે

સોશિયલ મીડિયામાં વિપુલ દૂધાતનો મેસેજ 
મોટા લીલીયા ગામે છાશની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે બાબતે વારંવાર લોક ફરિયાદ આવતી હોય જેથી નાવલી નદીની પાછળની શેરીમાં તા.03/07/2024 ના રોજ અંદાજે 6:55 PM વાગ્યે રુબરુ સ્થળ પર જઈ મુલાકાત કરી લીલીયા PSI એસ.આર. ગોહિલને જાણ કરતા સ્થળ પર ગૌતમભાઈ ખુમાણ તથા અન્ય એક સ્ટાફ આવેલ અને સ્થળ પરથી હુ મારા ગામ ક્રાંકચ જવા નીકળી ગયેલ પણ હું મારા ગામ ક્રાંકચ જતા હોઈએ ત્યાં તે દારૂ વેચાણ કરનાર ગાડી વાળા બને લોકો અમારી આગળ હતા એટલે હું નવાઈ પામી ગયેલ અને ફરીથી અંદાજે 7:15 PM વાગ્યે લીલીયા PSI એસ.આર. ગોહિલને ફોન કરેલ પણ જોઈ લઈએ છે પુછી લઈએ છીએ તેવા રૂટિન જવાબ મળેલ પણ વિચારવાનું રહ્યું કે બે બે પોલીસ સ્ટાફ હાજર હોય ગાડીની ચાવી પણ ગૌતમભાઈ ખુમાણ પાસે હતી તો પણ કઈ રીતે તે લોકો નાના લીલીયા ચોકડી પર પહોંચ્યા શું પોલીસ સ્ટેશન નહિ લઈ જતા તેને જવા દેવામાં આવ્યા કે ભાગી ગયા? જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સાહેબશ્રી લીલીયાના  જવાબદાર સ્ટાફ પર નિયમોનુસાર શું કરવા કરશે તે જોઈએ.

પૃથ્વીને પેલે પાર એક નવી દુનિયા મળી, તેના રહસ્યોએ તો નાસાને પણ ચોંકાવી દીધું!

વીડિયો બાદ પોલીસે કરી ધરપકડ
લીલીયામાં ભાજપ નેતા વિપુલ દુધાત દ્વારા બાઈક ચાલક પાસેથી દારૂ ઝડપવાના મામલા બાદ ગત મોડી રાતે લીલીયા પોલીસએ 19 લિટર દેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપી લીધા હતા. બંને ઈસમો પાસેથી 19 લીટર દેશી દારૂ કિંમત રૂ.380 બાઈક મળી કુલ રૂ.30380ના મુદામાલ કબ્જે કર્યો છે.  

ઉલ્લેનીય છે કે, વિપુલ દૂધાત ભાજપના યુવા નેતા છે. તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય છે. તેમજ એસપી હરેશ દૂધાતના નાના ભાઈ છે. ત્યારે તેમનો આ વીડિયો પોલીસ અને ભાજપ માટે પડકાર સમાન બની રહ્યો છે. દેશી દારૂ વેચનારા ઈસમોને ભાજપ નેતા વિપુલ દૂધાતએ પકડી પોલીસને બોલાવી હતી. 

કપાસની ખેતી કરનારા ખેડૂતોનું નસીબ ચમકશે : માર્કેટથી આવ્યા મોટા સંકેત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે