Home> Gujarat
Advertisement
Prev
Next

અમિત શાહ જન્મ દિવસે આવશે ગુજરાતની મુલાકાતે, સોમનાથના કરશે દર્શન

કેન્દ્રીય ગૃહંત્રી અને બીજેપીના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. મહરાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવવા સોમનાથ જશે. મહત્વનું છે કે અમિત શાહનો 22 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. 

અમિત શાહ જન્મ દિવસે આવશે ગુજરાતની મુલાકાતે, સોમનાથના કરશે દર્શન
Updated: Oct 09, 2019, 11:09 PM IST

હિતલ પારેખ/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહંત્રી અને બીજેપીના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. મહરાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા અમિત શાહ ગુજરાતની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવવા સોમનાથ જશે. મહત્વનું છે કે અમિત શાહનો 22 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે.

ધર્મ પરિવર્તન: સાબરકાંઠામાં 105 અનુસુચિત જાતિના લોકોએ કર્યો બૌદ્ધ ધર્મ અંગીકાર

અમિત શાહ અમદાવાદમાં પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરશે. સાથે જ અમદાવાદમાં ગોતા પાસે જાહેરસભાનું આયોજન કરવામાં પણ કરવામાં આવ્યું છે. અમિત શાહ જન્મદિવસના દિવસે 10 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ આપશે. સાથે માં અમૃત્તમ યોજના વિધવા પેન્શન યોજના અને વૃદ્ધ પેન્શન યોજના સહિત દિવ્યાંગોને પણ લાભ આપશે, 

અશોક ગેહલોતે ગુજરાતના સીએમ વિજય રૂપાણીને આ રીતે યાદ કરાવ્યો રાજધર્મ

ગૃહમંત્રી અમિતશાહના જન્મ દિવસે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો. બેન્કની 200મી બ્રાન્ચનું લોકાપર્ણ પણ કરવામાં આવશે. તથા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયનના ભાગ રૂપે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવશે. અને સાથે રક્તદાનશિબિરનું પણ આયોજન કરવામાં આવશે.

જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે