Home> Gujarat
Advertisement
Prev
Next

કોઈ પણ ગામમાં જતા રહો, મોદીની દુકાન જરૂર મળશે : અમિત શાહ

 બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે આજે સુરતમાં મોઢ વણિક સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા તેમણે જાતિવાદનું દૂષણ કાઢવા માટે પીએમ મોદીએ અનેક પ્રયાસો કર્યા તેવું અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું.

કોઈ પણ ગામમાં જતા રહો, મોદીની દુકાન જરૂર મળશે : અમિત શાહ

ચેતન પટેલ/સુરત : બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે આજે સુરતમાં મોઢ વણિક સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા તેમણે જાતિવાદનું દૂષણ કાઢવા માટે પીએમ મોદીએ અનેક પ્રયાસો કર્યા તેવું અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું.

તેમણે કહ્યું કે, અનેક જાતિઓમાં આપણા સમાજનું અસ્તિત્વ છે. દેશના દરેક ગામમાં અખિલ ભારતીય તૈલીક શાહુ સમાજ ફેલાયેલો છે. પોતાની રોજગારીની કુનેહથી આખા ગામનું મન જીતવાનું કામ આ સમાજે કર્યું છે. પહેલા હું એમ માનતો કે આ માત્ર ગુજરાતમાં જ છે, પણ હાલ દેશના કોઈ પણ ગામમાં જતા રહો, તમને મોદીની દુકાન જરૂર મળશે. નેપાળ સુધી આ સમાજનું અસ્તિત્વ દરેક ગામમાં વસેલુ છે, અને દૂધમાં ખાંડની જેમ મિક્સ થઈને રહે છે. તેમણે કહ્યું કે, મોદીજી જાતિવાદમાં વિશ્વાસ નથી રાખતા. જ્યારથી તેમણે સમાજ જીવન અપનાવ્યું, ત્યારથી લઈને અત્યાર સુધી હંમેશા જાતિવાદના દૂષણ રાજનીતિમાંથી નીકળે તે માટે સંઘર્ષ કરે છે. પણ વાસ્તવિકતા એ છે કે, મોદીજી પણ આ જ સમાજમાંથી આવે છે. એક ગરીબ પરિવારમાંથી આવીને મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન બનવાની સફર મહેનત અને પ્રમાણિકતાથી કરી છે. હું 1980થી તેમની સાથે છું. કાર્યકર્તા કેવો હોવો જોઈએ, સાર્વજનિક જીવનમાં તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેમણે અનેક કાર્યકર્તાઓનું નિર્માણ કર્યું છે. આ જ પરિણામે ક્યારેક અમારી બે સીટ હતી, આજે 242 સીટ સામે અમારી સરકાર છે.  

પીએમ મોદી માટે તેમણે કહ્યું કે, આતંકવાદ સામે લડવાનો તેમનો ઉત્સાહ અતુલ્ય છે. ઝીરો ટોલરન્સ અગેઈન્સ ટેરરીઝમ. 24 કલાકમાં આપણા જવાનને છોડાવ્યો. તેમણે એર સ્ટ્રાઈક કરી મોટી સંખ્યામાં આંતકવાદીઓને માર્યા છે. વિપક્ષને કંઈ ખબર જ નથી. મમતા સબૂત માંગે છે, રાહુલ રાજકીય રમત રમે છે તેવું કહે છે
. પાકિસ્તાન આવા સ્ટેટમેન્ટ પર ખુશ થાય છે. ભારતના જવાનોના હાથ ન લગાવવા એ સમગ્ર વિશ્વ જાણે છે. ગોળીની જગ્યાએ ગાળો મળશે. પાકિસ્તાનને સમર્થન કરનાર એક દેશ નથી, બધા ભારત તરફી છે. રાહુલ બાબા પૂછતાં હતા કે મોદીજીએ શું કર્યું. અમારે જવાબ આપવાની જરૂર નથી, તેમના શાસનમાં શું કર્યું એ બતાવો. 133 યોજના મોદીજી લઈ ને આવ્યા છે. 17  નવા ટેક્સટાઇલ પાર્ક બનવા જઇ રહ્યા છે, જે પૈકી 6 બની ગયા છે. ગુજરાતને 1800 કરોડ આપ્યા છે. 

રાહુલ ગાંધી પર વાર કરતા અમિત શાહ બોલ્યા કે, મોદીજીએ એકપણ રજા લીધી નથી. રાહુલ બાબા ત્રણ ત્રણ મહિના ગાયબ થઈ જાય છે માતાએ શોધવો પડે છે. મોદીજી 24 માંથી 18 કલાક કામ કરે છે.

સંમેલન પહેલા પાટીદાર યુવાનોની અટકાયત 
અમિત શાહની સુરત મુલાકાત પહેલા સુરતમાં ધાર્મિક માલવિયા, ચંદ્રેશ કાકડિયા, મહેશ વાઘાણી અને અન્ય ત્રણ જણાની અટકાયત કરાઈ હતી. અમિત શાહ આવાના હોવાથી આ લોકો વિરોધ કરે તેવી આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. પાટીદાર નેતાઓની સુદામા ચોકથી અટકાયત કરાઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More