Home> Gujarat
Advertisement
Prev
Next

અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે

અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

આશ્કા જાની/અમદાવાદ:અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત તમામ 7 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. CBI કોર્ટે આજીવન કેદની સાથે આરોપીઓ પર કુલ 60.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. તો બીજી તરફ કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો છે. સીબીઆઈ જજ કે. એમ. દવેએ આ સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમિત જેઠવા મર્ડર કેસમાં નવ વર્ષ ચુકાદો આવ્યો હતો, અને તમામ આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયા છે. 

આ 7 આરોપીને આજીવન કેદ
આ કેસમાં સાત આરોપીઓ દિનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

કયા આરોપીને કેટલો દંડ

  • દિનુ બોઘા સોલંકી - 15 લાખ દંડ 
  • શૈલેષ પંડ્યા - આર્મ્સ એક્ટમાં આજીવન સજા 10 લાખનો દંડ 
  • ઉદાજી ઠાકોર - 25,000નો દંડ 
  • શિવા પચાણ - 8 લાખનો દંડ, ધારા 302, 120-B અંતર્ગત સજા 
  • શિવા સોલંકી - 15 લાખનો દંડ 
  • બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) :- આઈપીસી કલમ 302, 120-B અને 10 લાખનો દંડ 
  • સંજય ચૌહાણ - 1 લાખનો દંડ 

અમિત જેઠવાના પરિવારને 11 લાખ આપવાનો આદેશ 
સીબીઆઈ જજ કે. એમ. દવેએ આ કેસમાં અમિત જેઠવાના પરિવારને કુલ 11 લાખ આપવાનો આદેશ પણ સંભળાવ્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો છે.

ફરી ગયેલા સાક્ષીઓ સામે કાર્યવાહી કરાશે
આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી સીબીઆઈ કોર્ટે હોસ્ટાઈલ થયેલા સાક્ષીઓ વિરુદ્ધ પણ ફોજદારી ગુનો દાખીને કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. સીબીઆઈ એડવોકેટ મુકેશભાઈએ કહ્યું કે, આ કેસ મર્ડર વિથ કોન્સ્પરન્સનો હતો. સૌથી મહત્વનું એ છે કે, કોર્ટે હોસ્ટાઈલ થયેલા આરોપીઓ સામે પણ એક્શન લેવાનો આદેશ કર્યો છે. આવા વિટનેસ માટે કોર્ટે કાયદેસર કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. ખાસ કરીને ધર્મેન્દ્રગીરી નામના સાક્ષીએ પોતાના પુત્રને કિડનેસ કરવામાં આવ્યો છે તેવુ જુબાનીમાં કહ્યું હતું. તે અસક્ષમ જુબાની માટે છે તેવુ તેણે જણાવ્યું હતું. કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને આ કેસમાં જે બનાવ વિટનેસ સાથે બન્યો છે, તેમાં બે તપાસ અધિકારી મુકેશ શર્મા અને એસ.એમ ચૌધરીને ઈન્ક્વાયરી કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે. 

આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....

વર્ષ 2010માં ખાંભાના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને ખનીજ માફિયા સામે જંગે ચડેલા અમિત જેઠવાનું અમદાવાદ સોલા હાઇકોર્ટ સામે 20 જુલાઈના રોજ પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ સાંસદ દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીએ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હોવાની સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું હતું. ૬ સપ્ટેમ્બર, 2010ના રોજ દીનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ આ હત્યા માટે સોપારી આપવા બદલ થઈ હતી. નવેમ્બર ૨૦૧૩માં સીબીઆઈ દ્વારા દીનુ સોલંકીની પણ આ સંદર્ભે ધરપકડ કરાઈ હતી. ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતના 7 આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ હતી. જેમાં આરોપી તરીકે શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ, દિનુબોઘા સોલંકી છે. 

ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે? જાણી તમે પણ ચોંકી ઉઠશો.... જુઓ ZEE Exclusive રિપોર્ટ

આજે દોષિતોને સજા સંભળાવાઈ હતી. તે પહેલા અમિત જેઠવાના પિતાએ મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, મને ન્યાય મળ્યો છે. મને ન્યાયતંત્ર પર ભરોસો હતો. તમામ દોષીતોને ફાંસીની સજા થવી જોઇંએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More