Home> Gujarat
Advertisement
Prev
Next

શીતલહેર વચ્ચે ગુજરાતમાં ખરા શિયાળાનો અનુભવ! પણ ઉત્તર ગુજરાતના આ વિસ્તારોને હવે વરસાદ ઘેરશે

Gujarat Weather: ઉત્તર ભારતમાં શીતલહેર વચ્ચે ગુજરાતમાં પણ હવે ખરા શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો માવઠું પણ થયું છે. નર્મદાના કેવડિયામાં ધીમી ધારે વરસાદ પડતાં ઠંડી વધી છે. માવઠું હવે ઉત્તર ગુજરાતને પણ ઘેરી શકે છે.

શીતલહેર વચ્ચે ગુજરાતમાં ખરા શિયાળાનો અનુભવ! પણ ઉત્તર ગુજરાતના આ વિસ્તારોને હવે વરસાદ ઘેરશે

Gujarat Weather 2024: ઉત્તર ભારતને કાતિલ ઠંડીથી રાહત નથી મળી. પહાડોમાં જ્યાં હિમવર્ષા થઈ રહી છે, ત્યાં મેદાની ભાગોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચવાની મથામણ કરી રહ્યું છે. તડકાની નામ માત્રની હાજરી વચ્ચે લોકો થથરી રહ્યા છે. નજીકના સમયમાં કરોડો લોકોને ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.

વિશ્વ ઉમિયાધામમાં NRI પરિવારજનોનું સ્નેહમિલન; US સહિત 5 દેશના 500 પરિવારજનો પધાર્યા

સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજ જેવી સ્થિતિ છે. કોલ્ડ વેવ વચ્ચે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળે છે. સવાર થતાં જ ધુમ્મસની ચાદર પથરાઈ જાય છે. જેના કારણે નજીકના અંતર સુધી જોવું પણ મુશ્કેલ બની જાય છે. ધુમ્મસને કારણે મોડે સુધી સૂર્યના કિરણો જમીન પર નથી પડતાં, જેના કારણે ઠંડીનું જોર ઓર વધી જાય છે. દિલ્લીનું મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્યથી 4 ડિગ્રી ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્યથી 2 ડિગ્રી વધારે છે.

રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ

એક તરફ જ્યાં ઠંડી લોકોને રાહત નથી આપી રહી, ત્યાં બીજી તરફ માવઠાનું સંકટ તોળાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારથી બુધવાર સુધી હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં તો લખનઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો પણ હતો, જેના કારણે ઠંડી વધી છે. યુપી પરથી માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ શીત લહેર ચાલી રહી છે. 

સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ

તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડીનો પ્રકોપ અટક્યો નથી. ચિલ્લાઈ કલાં વચ્ચે શ્રીનગર સહિતના ખીણના ભાગોમાં તાપમાન માઈનસમાં છે. માઈનસ પાંચ ડિગ્રી તાપમાન વચ્ચે દલ તળાવનું પાણી થીજી ગયું છે. ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 4 ડિગ્રીની આસપાસ છે..માઈનસમાં તાપમાન હોવા છતા શ્રીનગરમાં હિમવર્ષા મર્યાદિત થઈ છે. જેની સામે પર્યટકોને ફરિયાદ છે, તેમ છતા તેઓ કાશ્મીરની સુંદરતાને માણી રહ્યા છે.

ભારત પર અપમાનજનક ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવે પોતાના ત્રણ મંત્રીને કર્યાં સસ્પેન્ડ

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર પથરાયેલી જોઈ શકાય છે. ઘરેથી બહાર નીકળનારાઓ માટે તાપણા વિના ચાલે તેમ નથી. આ સ્થિતિમાં પણ પર્યટકો આબુની સુંદરતાને માણી રહ્યા છે. ઠંડી અને માવઠાનો કહેર મધ્ય ભારત સુધી લંબાયો છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ મુશ્કેલી વધારી છે. ઠંડા પવનો વચ્ચે લોકો હિલ સ્ટેશનનો અનુભવ કરી રહ્યા છે.

કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ

ઉત્તર ભારતમાં શીતલહેર વચ્ચે ગુજરાતમાં પણ હવે ખરા શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં તો માવઠું પણ થયું છે. નર્મદાના કેવડિયામાં ધીમી ધારે વરસાદ પડતાં ઠંડી વધી છે. માવઠું હવે ઉત્તર ગુજરાતને પણ ઘેરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More