Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરોમાં પડ્યો ધોધમાર વરસાદ, જાણો હજું ક્યાં-ક્યાં વરસાદ પડવાની છે આગાહી?

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના આ શહેરોમાં પડ્યો ધોધમાર વરસાદ, જાણો હજું ક્યાં-ક્યાં વરસાદ પડવાની છે આગાહી?

Gujarat Monsoon 2023: ગુજરાતમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના બોપલ, ઘુમા, પ્રહ્લાદ નગર, શ્યામલ, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો. ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે.

અમદાવાદમાં કરા સાથે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારો જળબંબાકાર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

અમદાવાદમાં ભારે વરસાદ, આજે મેચ નહીં રમાઈ તો કોણ બનશે ચેમ્પિયન? જાણો 

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો
પાટણમાં પણ હળવા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. દિવસભરના ઉકળાટ બાદ હારીજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.

IPL ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ! અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, આગામી 3 કલાક ભારે 

ભાવનગરના વાતાવરણમાં અચાનક પલ્ટો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે બપોર બાદ વીજળીના કડાકા અને પવન સાથે માવઠું થયું છે. ભાવનગરમાં આકરી ગરમી વચ્ચે ફરી વરસાદી માહોલ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. અચાનક વાદળો છવાયા બાદ હળવો વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. અકળાવનારી ગરમી બાદ વરસાદ થતાં લોકોને ઠંડકનો અનુભવ થયો છે.

મા ઉમિયાના ચરણોમાં બાબા બાગેશ્વર: ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાટીદાર સમાજ વિશે કહ્યું કે...

બોટાદના બરવાળા પંથકમાં કમોસમી વરસાદ
બોટાદના બરવાળા પંથકમાં કમોસમી વરસાદ થયો છે. બરવાળા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. બરવાળા તાલુકાના કુંડળ બેલા ટીંબલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. અહીં અતિભારે પવન સાથે માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમગ્ર પંથકમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાતાં અંધકાર છવાયો હતો. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

કુમાર કાનાણી ફરી લડી લેવાના મૂડમાં! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More