Home> Gujarat
Advertisement
Prev
Next

State Bank ના કર્મચારીઓએ અમેરિકાથી આવેલા ગુજરાતી સાથે એવું ખરાબ વર્તન કર્યુ કે, કાકા રડી પડ્યા

Ahmedabad News : State Bank of Indiaની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી  શાખાએ એક સિનિયર સિટીઝન એનઆરઆઈ સાથે કરેલું વર્તન આંખમાં આંસુ લાવી દે તેવું છે

State Bank ના કર્મચારીઓએ અમેરિકાથી આવેલા ગુજરાતી સાથે એવું ખરાબ વર્તન કર્યુ કે, કાકા રડી પડ્યા
Updated: Jun 20, 2024, 03:12 PM IST

Ahmedabad News : સરકારી ઓફિસ એટલે સરકારી કામકાજ. અહીં તમને કોઈ કામના સરખા જવાબ ન મળે, અને કામ કઢાવવા ગોથે ચઢી જવું પડે. પરંતું અમેરિકાથી આવેલા એક એનઆરઆઈએ સરકારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો એવો કડવો અનુભવ થયો કે, તેમના આંખમાંથી આસુ આવી ગયા. પત્નીનું ઓપરેશન હોઈ પોતાના જ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા કઢાવવા માટે તેમને સ્ટેટ બેંકના સ્ટાફે ધક્કા ખવડાવ્યા, છતાં રૂપિયા તો ન જ મળ્યા. 

શું થયું હતું  

એનઆરઆઈ અશોકભાઈ ગોકલદાસ પટેલ (ઉંમર વર્ષ 70) અમેરિકા-ભારતમાં વારાફરથી રહે છે. વતનપ્રેમી હોવાથી સતત વતનમાં આવતા રહે છે. તેમની પત્ની હોસ્પિટલના બિછાને છે અને તેમનુ ઓપરેશન કરવાનું હતું. ત્યારે પોતાના જ એકાઉન્ટમાંથી રૂપિયા કઢાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ તેમની કોઈ મદદે ન આવ્યા. 

5મી જૂન, 2023ના રોજ તેમનાં ધર્મપત્નીની અમદાવાદની એક હૉસ્પિટલમાં સર્જરી હતી. અશોકભાઈએ હૉસ્પિટલને તે માટે ચેક આપ્યો. બીજા દિવસે 6 જૂનના દિવસે ઈ-મેઈલમાં ડીસઓનરની નોંધ સાથે ચેક બાઉન્સની જાણકારી આપી. 7 મી તારીખે બેન્કમાં ગયા. બેન્કના એનઆર.આઈ વિભાગમાં ઉપસ્થિત બે અધિકારીઓ સમક્ષ તેમને ચેક કેમ પરત ફર્યો એની પૂછપરછ કરી. અશોકભાઈને યોગ્ય માર્ગદર્શન આપવાને બદલે બેંકના સ્ટાફે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થયું. તેમને કહેવાયું કે તમારું એકાઉન્ટ તો ડિસકન્ટીન્યુ કરાયું છે. 

વેફરમાં દેડકો, ચોકલેટ સિરપમાં ઉંદર, આઈસ્ક્રીમમાં આંગળી બાદ હવે સાંભારમાંથી ઉંદર નીકળ્યો

અશોકભાઈએ કહ્યું કે મારા ખાતામાં ડિવિડન્ડ તથા વ્યાજનાં નાણાં નિયમિત રીતે જમા થાય છે. જોકે બંને અધિકારીઓએ યોગ્ય જાણકારી ના આપી તેમને કહેવાયું કે કેવાયસી કરાવો. અશોકભાઈએ કહ્યું કે મને અત્યાર સુધી એક પણ વાર કેવાયસી અંગે કહેવાયું જ નથી. ઇમેઇલ કે ફોન મેસેજ પણ નથી. આ બાદ તેઓએ ઘરેથી પાસપોર્ટ, ઓ. સી. આઈ. તથા અમેરિકાના રહેઠાણ નો પુરાવો સહીત ના તમામ દસ્તાવેજો રજૂ કર્યા. તો પણ એ દિવસે એકાઉન્ટ ચાલુ નહીં થાય તેમ જણાવ્યું. 

આથી નાસીપાસ થઈને અશોકભાઈએ બીજી રીતે રૂપિયાની વ્યવસ્થા કરીને હૉસ્પિટલમાં પૈસા ભર્યા હતા. પણ બેંકનો એકપણ સ્ટાફ તેમની મદદે ન આવ્યો. બેંકના સ્ટાફના પેટનું પાણી પણ ન હલ્યું.

આ ઘટના વિશે અશોકભાઈ કહે છે કે એ વખતે મને થતું હતું કે હું પોતે ભિખારી છું અને ભીખ માગી રહ્યો છું. મારી સાથે જે વર્તન થયું તે અત્યંત દુઃખદ થયું છે. મને મારું વતન ભારત-ગુજરાત- અમદાવાદ ખૂબ વહાલું છે. હું વતનને ખૂબ પ્રેમ કરું છું. પહેલી વખત મને સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના બે અધિકારીઓના વર્તનને કારણે એવું લાગ્યું કે આના કરતાં તો અમેરિકા સારું.

અશોકભાઈ માતૃભાષા પ્રેમી છે. તેમણે ફરિયાદની અરજી માતૃભાષા ગુજરાતીમાં લખીને જ આપી.  

ભાજપના નવા ચૂંટાયેલા સાંસદના આકરા તેવર : 5 વર્ષ મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે