Home> Gujarat
Advertisement
Prev
Next

અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. 

અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પિકઅપ સમયમાં ગાડી પસાર કરવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકો મુસીબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. 

ગીરના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે કર્યો શિકાર 

મુંબઈ પોલીસે તાજેતરમાં જ એક વીડિયો જાહેર કર્યો છે. તેને દેશભરમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ‘ધ પનિશેબલ સિગ્નલ’ નામથી શેર કરેલા આ વીડિયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રિટ્વિટ કર્યો હતો. મુંબઈ પોલીસના વીડિયોમાં વાહનચાલકો દ્વારા રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે ટ્રાફિકને લઈને એક પ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મીટર લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રિસેટ થઈ જાય છે અને ફરીથી રેડ સિગ્નલના સેકન્ડ્સમાં વધારો થાય છે. આ વીડિયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે.

નશામાં ધૂત થઈને ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર...’ ગીત પર નાચતા સુરતના નગરસેવકનો Video Viral

વધુ હોર્ન મારશો તો વધુ રોકાવવું પડશે...
આ વીડિયો જોયા બાદ એએમસીએ અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કયા વિસ્તારમાં સૌ પ્રથમ અમલ થશે તે હજી ફાઈનલ થયુ નથી. પણ આ પ્રયોગ અમદાવાદમાં થશે એ નક્કી છે. એટલે હવે ‘વધુ હોર્ન મારો અને વધુ રોકાઓ...’નું સૂત્ર અમદાવાદમાં પણ સાર્થક થશે. આ વીડિયો જોઈને તુરંત જ અએમસી કમિશનરે આ પ્રયોગ ગુજરાતના અમદાવાદમાં કરવો જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.. જેનો હવે અમલ આગામી દિવસમાં થવા જઈ રહ્યો છે.

ડર કઈ બલાનું નામ છે તે યાદ કરાવશે વિક્કી કૌશલની Bhootનું ટ્રેલર, 2.52 મિનીટ સાનબાન ભૂલી જશો

મુંબઇ પોલીસનો બે મિનિટનો આ વીડિયો અત્યંત રસપ્રદ છે. ‘વેલકમ ટુ હોન્કિંગ કેપિટલ ઓફ વર્લ્ડ’ સૂત્રથી શરૂ થતા આ વીડિયોમાં કેવી રીતે લોકો ચાર રસ્તે સિગ્નલ બંધ હોય તો પણ હોર્ન મારીને રીતસર કાગારોળ મચાવતા દેખાય છે. આ ક્લિપમાં મુંબઈમાં સીએસએમટી, બાંદ્રા, પેડર રોડ, હિંદમાતા સહિતના સ્થળે ચાર રસ્તા પર પોલીસ ડેસિબલ મીટર લગાવતી જોવા મળે છે. આ મીટરની કમાલ એ છે કે ચાર રસ્તે લોકોના વાહનોના હોર્નનો અવાજ જેવો 85 ડેસિબલને પાર કરે છે, તો તરત જ આપમેળે રેડ સિગ્નલનું ટાઈમિંગ 5 સેકન્ડે હોય તો 25 સેકન્ડ કે સીધું 90 સેકન્ડ થઈ જાય છે. ત્યારે મુંબઇની જેમ અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાના વિચારને અમદાવાદીઓ આવકારી રહ્યા છે.

હાલ તો બિનજરૂરી હોર્ન વગાડનારા લોકોની આદત સુધારવા તંત્રને ટેકનોલોજીનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અમદાવાદમાં હજીપણ મોટાભાગના ક્રોસ રોડ પર લેફ્ટ ટર્ન ઓપનની નિતી અમલમાં ન હોવાથી આ પ્રયોગ કેટલો સફળ રહેશે તે જોવુ મહત્વનુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More