Home> Gujarat
Advertisement
Prev
Next

આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ કરી મોટી આગાહી, આ દિવસથી શરૂ થશે ઠંડીનો પ્રકોપ

Ambalal Patel Prediction : અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 6 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે

આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ કરી મોટી આગાહી, આ દિવસથી શરૂ થશે ઠંડીનો પ્રકોપ

Gujarat Weather Forecast : ગુજરાત પર સંભવિત વાવાઝોડા 'તેજ' નો ખતરો મંડરાઈ રહ્યો છે. તેજ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહિ તે કહેવુ બહુ જલ્દી થશે. પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું ઓમાન તરફ જશે. પરંતુ ગુજરાતમાં તેને કારણે વાતાવરણ પલટાયુ છે. આ વચ્ચે રાતે ઠંડીએ હળવેકથી દસ્તક આપી દીધી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલની શિયાળાને લઇ આગાહી કરી દીધી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

અમદાવાદની સરકારી ઓફિસમાં દાળવડાનો ઓર્ડર કરનાર અધિકારીની બદલીનો ઓર્ડર છૂટ્યો

ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે વાદળો શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે. 

માતાપિતાના ઝગડામાં માસુમનુ મોત : પિતાએ 4 વર્ષના દીકરાને આઠમા માળથી નીચે ફેંક્યો

ગુજરાત પર સંભવિત વાવાઝોડા 'તેજ' નો ખતરો મંડરાઈ રહ્યો છે. તેજ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહિ તે કહેવુ બહુ જલ્દી થશે. પરંતુ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું ઓમાન તરફ જશે. પરંતું તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ ચેતવણી અને બંદરો પર 1 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. અરબી સમુદ્રમાં લોપ્રેસરના લીધે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવાયું છે. મોરબી જિલ્લાના નવલખી બંદરે એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઇ માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'તેજ' ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી પણ શકે છે. ખાસ કરીને ચક્રવાત અને તેની સાથે સંકળાયેલા ભારે વરસાદ અને ભારે પવનની અસરથી ખેતરોમાં વિવિધ પાકને નુકસાન થઈ શકે છે.હાલ મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાક તૈયાર થઇ ગયો છે. ખેતરમાં પાક પડ્યો છે. શિયાળુ વાવેતરની પણ ખેડૂતો તૈયારી કરતા હોય છે. આવા સંજોગોમાં વાવાઝોડૂં આવે તો ખેડૂતોને હાલત કફોડી બને તેમ છે.

ગુજરાતની A કેટેગરીમાં આવતી નગરપાલિકા માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : જાણો શું છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More