Home> Gujarat
Advertisement
Prev
Next

અહેમદ પટેલ સાથે અલ્પેશ ઠાકોરની બેઠક, કોંગ્રેસમાંથી નહીં આપે રાજીનામું: સુત્રો

ઓબીસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અહેમદ પટેલ સાથે બેઠક ચાલી રહી છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહીતિ અનુસાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાના નથી.

અહેમદ પટેલ સાથે અલ્પેશ ઠાકોરની બેઠક, કોંગ્રેસમાંથી નહીં આપે રાજીનામું: સુત્રો

અમદાવાદ: લોકસભા ચૂંટણીને જોઇને એક તરફ જ્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવાનો છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ વચ્ચે ઓબીસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અહેમદ પટેલ સાથે બેઠક ચાલી રહી છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહીતિ અનુસાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાના નથી.

વધુમાં વાંચો: હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર

છેલ્લા બે દિવસથી લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચાલી રહેલી અટકળો વચ્ચે આજે 10:30 વાગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને અર્જૂન મોઢવાડીયા સાથે અલ્પેશ ઠાકોર દિલ્હી પહોંચ્યા છે. જ્યાં તેમણે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના આવાસ પર 45 મીનિટ સાથે બેઠક ચાલી હતી. તે બેઠકમાં અલ્પેશ ઠાકોરની નારાજીગી દૂર કરવામાં આવી છે. ત્યારે હાલ આ ત્રણેય નેતાઓની અહેમદ પટેલના નિવાસ સ્થાન પર બેઠક ચાલી રહી છે અને આ બેઠક બાદ અલ્પેશ ઠાકોર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

છાપ ખરાબ કરવાનો કરી રહ્યા છે પ્રયત્ન
ભાજપમાં સામેલ થવાને લઇને સમાચારો વિશે પુછવા પર અલ્પેશ ઠાકોરે પ્રત્રકારોને જણાવ્યું કે, ‘મારી છાપ ખરાબ કરવા માટે મારા વિશે અફવા ફેલાવવામાં આવી રહી છે. હું શુક્રવાર બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરીશ અને હું મારા વલણને સ્પષ્ટ કરીશ.’

વધુમાં વાંચો: હું કોગ્રેસનો નહી પરંતુ લોકોનો ઉમેદવાર બનીશ: પ્રશાંત પટેલ

ભાજપનું વલણ
ભાજપમાં અલ્પેશ ઠાકોરના સામેલ થવા વિશે પુછવા પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ‘તમે અલ્પેશ ઠાકોરથી પૂછી જુઓ.’ જોકે, ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોઇપણ ભાજપમાં સામેલ થવા ઇચ્છે છે તો તેમના માટે પાટીના દરવાજા હંમેશા ખુલ્લા છે.

વધુમાં વાંચો: વિશ્વ મહિલા દિવસ: મળો આ આઇપીએસ મહિલાને, જેમની કંઇક આવી છે સંઘર્ષ ગાથા

અહમદ પટેલની પ્રતિક્રિયા
જો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે વડોદરામાં કહ્યું હતું કે, કોંગ્રેસનો કોઇ પણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે નહીં.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More