Home> Gujarat
Advertisement
Prev
Next

ભરશિયાળામાં કેસર કેરી પાકવા પાછળ શું છે સાચું કારણ? ડ્રાય ફૂટ્સ કરતાં પણ મોંઘી છે 1 કિલો કેરી

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીના ચાર બોક્ષ એટલે કે 40 કિલો કેરીની આવક થવા પામી હતી.કેરીની હરાજી કરવામાં આવતા 1 કિલો કેરીના 1551 જેટલા ઐતિહાસિક ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. કેરીના 10-10 કિલોના 4 બોક્સ 62,040 હજારમાં વેચાયા હતા.

ભરશિયાળામાં કેસર કેરી પાકવા પાછળ શું છે સાચું કારણ? ડ્રાય ફૂટ્સ કરતાં પણ મોંઘી છે 1 કિલો કેરી

અજય શાલું/પોરબંદર: પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ફરી એક વખત કેસર કેરીની આવક થતા હરાજીમાં ઓલ ટાઇમ હાઇ કહી શકાય તેટલો એક કિલોના 1551 જેટલો ઉંચો ભાવ આવ્યો છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારના અનેક ગામોમાં કેસર કેરીના આંબાનું મોટી સંખ્યામાં વાવેતર કરવામાં આવેલ છે. 

ત્યારે આ સિઝનમાં શિયાળની શરૂઆત થતા જ પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સતત ત્રણ દિવસમા બીજી વખત કેસર કેરીનું આગમન થતા હરાજી કરવામાં આવી હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીના ચાર બોક્ષ એટલે કે 40 કિલો કેરીની આવક થવા પામી હતી.કેરીની હરાજી કરવામાં આવતા 1 કિલો કેરીના 1551 જેટલા ઐતિહાસિક ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. કેરીના 10-10 કિલોના 4 બોક્સ 62,040 હજારમાં વેચાયા હતા. હરાજીમાં કેરીનો આટલો ઉંચો ઐતિહાસિક ભાવ મળતા ખેડુતો તથા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઉલેખ્ખનીય છે કે આ વર્ષે કેરીની સીઝન કરતા 5 મહિના જેટલી વહેલી આવક થઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત
કાજુ-બદામ પિસ્તા સહિતના ડ્રાય ફ્રુટના જે ભાવ હોય તે ભાવને પણ વટી જઇ પોરબંદરમાં જે રીતે 7000 હજાર રૂપિયાની 10 કીલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવવાની ઘટના પણ પોરબંદરમાં બની છે અને આટલો ભાવ મળ્યાની ઘટના પણ પોરબંદરના નામે થઇ છે તેમ કહીએ તો ખોટું નથી.

શિયાળુ કેરીના ઉંચા ભાવ બોલાયા 
પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનેને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહી મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવંતા અને ફળ મોટુ હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે. પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે. આદિત્યાણા ગામેથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂતને આટલા ઉંચા ભાવ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, શિયાળામાં આંબામાં આટલી વહેલી કેરી આવી હોય તેવી આ પ્રથમ વખત ઘટના છે અને આટલા ઉંચા ભાવ બોલાયો હોય તે પણ ઐતિહાસિક છે. આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

દેશમાં પહેલીવાર શિયાળામાં કેરી આવી
નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલા આંબામાં કેરીના મોર જોવા મળી રહ્યા છે અને કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે બે બોક્સ કેસર કેરી એટલે કે 20 કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનુ હરાજી દરમિયાન અધધધ..14000 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું છે. એટલે કે એક કિલો કેરીના 701 રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના એ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનુ હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું અને ભાવ પણ ઐતિહાસિક હોવાનું તેઓએ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More