Home> Gujarat
Advertisement
Prev
Next

‘વાયુ’ વાવાઝોડાના પ્રકોપથી લોકોને બચાવશે સેના એરફોર્સની ટીમ, શું છે એક્શન પ્લાન? જાણો

સેના અને વાયુસેનાએ ચક્રવાતી તોફાન વાયુ સાથે લડવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક મોટી ટીમ બચાવ અને રાહત કામગીરીમા સમગ્ર હાઈટેક સામાન લઈને ગુજરાત પહોંચી ગઈ છે. ચક્રવાતી તોફાન વાયુ 13 જૂને સવારે 165 કિમી સ્પીડની ઝડપે ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલ તેની અસર ધીરે ધીરે વધી રહી છે. 

‘વાયુ’ વાવાઝોડાના પ્રકોપથી લોકોને બચાવશે સેના એરફોર્સની ટીમ, શું છે એક્શન પ્લાન? જાણો

અમદાવાદ :સેના અને વાયુસેનાએ ચક્રવાતી તોફાન વાયુ સાથે લડવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક મોટી ટીમ બચાવ અને રાહત કામગીરીમા સમગ્ર હાઈટેક સામાન લઈને ગુજરાત પહોંચી ગઈ છે. ચક્રવાતી તોફાન વાયુ 13 જૂને સવારે 165 કિમી સ્પીડની ઝડપે ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલ તેની અસર ધીરે ધીરે વધી રહી છે. 

CycloneVayu : વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયાના મોજા બન્યા શક્તિશાળી, જુઓ શું થયું 

fallbacks

સેનાના જવાનો પણ તૈનાત
સેનાએ રાજ્ય સરકારની માંગ પર 10 કોલમ તૈનાત કરી દીધા છે. આ કોલમ જામનગર, ગીર, દ્વારકા, પોરબંદર, મોરબી, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં તૈનાત કરવામાં આવશે. એક કોલમ લગભગ એક કંપનીથી નાની એટલે કે 70 સૈનિકોની હોય છે. જેમાં ઈન્ફેન્ટ્રી, આર્ટિલરી, સિગ્નલ, એન્જિનિયરિંગ, મેડિકલ અને સર્વિલ કોરના જવાન સામેલ હોય છે. આ તમામ કોલમોની તૈનાતી બુધવાર બપોરે 12 વાગ્યા સુધી  સુધી થઈ જશે. આ ઉપરાંત સેનાના 24 કોલમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેમને કોઈ પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ કોલમ મેડિકલ ટીમોને સાથે સાથે નાની-નાની બોટ અને બીજા ઉપકરણોથી સજ્જ છે. તેમજ રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નિર્દેશ પર કામ કરી રહ્યાં છે. 

‘વાયુ’ના ગુજરાતમાં સાઈડ ઈફેક્ટ્સ દેખાયા : ક્યાંક વરસાદ, તો ક્યાંક વાતાવરણમાં પલટો

વાયુસેનાની દક્ષિણ પશ્ચિમી કમાને ચક્રવાતી તોફાનથી થનારા નુકસાન સામે લડવા માટે પૂરતી તૈયારી કરી છે. ગુજરાતના તમામ નોડલ પોઈન્ટ્સ પર હળવા અને મધ્ય ભારવાહી હેલિકોપ્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ હેલોકોપ્ટર રાહત અને બચાવ કાર્ય માટે જૂરરી તમામ ઉપકરણોથી સજ્જ છે. આ હેલિકોપ્ટરને રડાર અને સેટેલાઈટર કમ્યુનિકેશન દ્વારા કુદરતી સંકટમાં ફસાયેલા લોકોને બચાવ માટે મોકલી શકાય છે. તોફાન બાદ કમ્યુનિકેશનની અડચણો સામે લડવા માટે મોબાઈલ કમ્યુનિકેશન ગાડીઓને પણ નિયત સ્થાનો પર ફાળવી દેવાઈ છે. દક્ષિણ પશ્ચિમ વાયુકમાનમાં ગાંધીનગરના મુખ્યાલયમાં એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ બનાવીને ચક્રવાતી તોફાનની દિશા અને રફ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. 

વેરાવળથી માત્ર 350 કિમી દૂર વાયુએ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

NDRFની 7 સ્પેશ્યલ ટીમનું મોડી રાત્રે હાઈટેક સાધનો સાથે આગમન 
એનડીઆરએફ કમાન્ડર આર.એસ.જૂનનું કહેવુ છે કે, ગુજરાતમાં એનડીઆરફેની 47 ટીમ ડિપ્લોય કરાઈ છે. કેટલીક આવી છે, કેટલીક બપોર સુધી આવી છે. તમામ ટીમે જામનગર એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કર્યું છે. તમામ એજન્સી સારી રીતે આ આપદા સામે લડવાનું કામ કરી રહી છે. હૈદરાબાદથી વિમાનમાં NDRFની 7 સ્પેશ્યલ ટીમનું મોડી રાત્રે હાઈટેક સાધનો સાથે આગમન થયું છે. તમામ ટીમોને અલગ અલગ જિલ્લાઓમા રવાના કરાશે. અન્ય બે NDRFની ટીમ જામનગર અને જોડિયામાં સ્ટેન્ડ ટુ રહેશે. 

Pic : વાયુ વાવાઝોડાને કારણે 3 લાખથી વધુનુ સ્થળાંતર, સૂમસાન બન્યા કાંઠાના ગામો

NDRFની વધુ 12 ટીમ બોલાવાઈ
સાયકલોન વાયુની વધી રહેલી ભયાનકતા અને પવનની વધતી ગતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફની વધુ 12 ટીમ બોલાવી લેવાઈ છે. બિહાર પટના થી 6 ચેન્નઈ થી 6 ટીમ મંગાવાઈ  છે. સતત વધી રહેલી પવનની ગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More