Home> Gujarat
Advertisement
Prev
Next

અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં, કહ્યું- કોઈ જગ્યાએ હિંસા થાય તે સારી વાત નથી

રામનવમીના તહેવાર પર રાજ્યમાં થયેલી હિંસા પર લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, ગમે ત્યાં હિંસા થાય તે સારી વાત નથી. જો હિંસા થાય તો જવાબદારી સરકારની છે. 
 

અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં, કહ્યું- કોઈ જગ્યાએ હિંસા થાય તે સારી વાત નથી

અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ પહોંચ્યા હતા. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓવૈસીએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ કમી હોય તો તે દૂર કરવામાં આવી રહી છે. આગામી થોડા સમયમાં ચૂંટણી છે. 

રાજ્યમાં થયેલી હિંતા પર આપ્યું નિવેદન
રામનવમીના તહેવાર પર રાજ્યમાં થયેલી હિંસા પર લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, ગમે ત્યાં હિંસા થાય તે સારી વાત નથી. જો હિંસા થાય તો જવાબદારી સરકારની છે. તેમણે આ હિંસાને લઈને રાજ્યની સરકાર પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ હિંસાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ઓવૈસીએ કહ્યુ કે, હંમેશા કહેવામાં આવે છે કે મુસ્લિમ જ પથ્થર ફેંકે છે, એજ દોષિ છે. તેના કોઈ પૂરાવા હોય તો આપવા જોઈએ.

આ પણ વાંચોઃ કોંગ્રેસ પ્રભારીએ હાર્દિક પટેલને શીખવાડ્યા શિસ્તના પાઠ, જાહેરમાં કહી દીધું કે...

અમદાવાદ આવેલા ઓવૈસીએ કહ્યુ કે, ઘટના થયા બાદ જ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનનો હાથ હતો એવું કેમ ખબર પડે છે.નિષ્ફળતા છુપાવવા માટે આ બધી વાતો કરવામાં આવે છે. કોઈ ઘટનાનું જો પોલીસ એંગલ આપે છે તો મીડિયા કેમ એમાં સવાલ નથી કરતી. જો શોભાયાત્રા નીકળે છે તો એને સારી રીતે પૂર્ણ કરાવવાની જવાબદારી પોલીસની છે.

અમે પૂરી તૈયારી સાથે ચૂંટણીમાં જઈશું
અમે રોજા કરીએ છીએ, કોઈને મારા અહીંયા આવવામાં સમસ્યા હોય તો આવો તમને પણ દાવત કરાવીશું. હનુમાન ચાલીસા મામલે નિવેદન કે જો સ્પીકરમા ચાલે તો સારું છે સવારમાં તમે પણ ઉઠશો. આ સાથે ઓવૈસીએ કહ્યુ કે, અમે તમામ તૈયારી સાથે ચૂંટણીમાં ઉતરવાના છીએ. અમે પાર્ટીને મજબૂત કરવા સતત કામ કરી રહ્યાં છીએ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More