Home> Gujarat
Advertisement
Prev
Next

Women's Day Special: અમદાવાદની આ 'મર્દાની'ઓએ આંખે પાટા બાંધી બતાવી તાકાત

શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Womens' Day) ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર (Police Commissioner) સહિત જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા

Women's Day Special: અમદાવાદની આ 'મર્દાની'ઓએ આંખે પાટા બાંધી બતાવી તાકાત

મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Womens' Day) ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર (Police Commissioner) સહિત જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ( Home Minister Pradipsinh Jadeja) અને મહિલા આયોગના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા પણ હાજર રહ્યા હતા. મહિલા દિન નિમિત્તે નિર્ભયા પ્રોજેકટના (Nirbhaya Project) ચિહ્નનું અનાવરણ કરાયું છે.

ખરા અર્થમાં મહીલા કેટલી તાકાતવર છે તે માત્ર આ કરતબો પરથી નહિ પણ મહિલા પોલીસની કામગીરી પણ સૌ કોઈએ જોઈ હશે. જેનાથી મહિલા પોલીસની (Women Police) તાકાત દેખાતી હોય છે. ઇન્ટરનેશનલ વુમન્સ ડે (International Womens' Day) નિમિત્તે પોલીસ મહિલા તાલીમાર્થીઓએ જૂડો, કરાટે, રેસલિંગ કરી કરતબ બતાવ્યા. સાથે સાથે SRT દ્વારા સ્પેશ્યિલ બસ હાઇ જેક કરીને ડેમોસ્ટ્રેશન પણ બતાવામાં આવ્યું. મહિલાઓએ (Women's) વિવિધ ક્ષેત્રમાં પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું અને આંખો પર પાટા બાંધીને રાઇફલની કામગીરી કરીને પણ કરતબ બતાવ્યા હતા.

આ પણ વાંચો:- મહિલા દિવસ: મુસ્લિમ સમાજ માટે મિસાલ બની સેહેન, ફિટ થવા માટે કહ્યું અને શરૂ થઈ સફર

ત્યારે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) જણાવ્યું કે, અમદાવાદમાં (Ahmedabad) આયશાના આપઘાત (Ayesha Suicide) બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ વધારાશે. સરકારે થ્રિ લેયર સુરક્ષાને લઈને પણ આદેશ આપ્યા છે. સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગ કરવાની પણ તેઓએ ખાતરી આપી. 50 થી વધુ સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરવાનું પોલીસે આયોજન કર્યું.

આ પણ વાંચો:- Happy Women's Day: જૂનાગઢની મહિલાઓને જાણો ક્યાંથી મળી પ્રેરણા, આ કામ કરી ઉભો કર્યો રોજગારનો સ્રોત

ખાસ હવે શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેકટની (Nirbhaya Project) વાત કરીએ તો ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો. જેને લઇને અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ જે પ્રપોઝલ મૂક્યા તેને લઇને હવે શહેર પોલીસને જે ત્રણ વર્ષ માટે 220 કરોડની ગ્રાન્ટ મંજૂર થઇ હતી તેમાં પહેલા વર્ષના ખર્ચ માટે 85 કરોડની ગ્રાન્ટ મળી.

આ પણ વાંચો:- વિશ્વ મહિલા દિવસ: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની

આ પૂરા પ્રોજેક્ટ માટે શહેરના બે સેક્ટર જેસીપી, 10 થી વધુ ડીસીપી અને 15 થી વધુ એસીપીની કમિટીને અલગ અલગ જવાબદારીઓ સોપાઇ છે. બે જેટલા પ્રોજેક્ટનું કામ શરૂ થઇને પૂર્ણ થવાના આરે છે. જ્યારે અન્ય કાર્ય અન્ડર વર્કિંગ પ્રોસેસ છે. ત્યારે શહેરમાં વધતા છેડતી, બળાત્કાર જેવા ગુનાને રોકવા હવે આ નિર્ભયા પ્રોજેક્ટ શહેર પોલીસ માટે અગત્યનો પ્રોજેક્ટ સાબિત થયો છે અને તેનાથી વર્ષો બાદ અસામાજીક તત્વો પર કેવો અંકુશ પોલીસ લાવી શકે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More