Home> Gujarat
Advertisement
Prev
Next

શાકભાજી વેચીને માંડ પેટનો ખાડો પૂરતા ફેરિયાઓ પાસેથી લાંચ લેતા આ પોલીસ કર્મીઓને શરમ ન આવી...

શાકભાજી વેચીને માંડ પેટનો ખાડો પૂરતા ફેરિયાઓ પાસેથી લાંચ લેતા આ પોલીસ કર્મીઓને શરમ ન આવી...
  • PCRમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ acbની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યાં.
  • મેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરાતી 

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને ACBએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. આજે વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCRમાં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ acbની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા. 

આ પણ વાંચો : સુરતના યુવાને એવું માસ્ક બનાવ્યું, જેમાં તુલસી-લીમડો-અડુસી જેવા આયુર્વેદિક ઔષધિ છે 

એસીબીને મળેલી માહિતી અનુસાર, શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે એસીબી પોલીસે વોચ ગોઠવી હતી. ફરિયાદી પોતાની ગાડીમા ટામેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-4 ની આગળ, દુકાન નંબર-48 ની પાછળના ભાગે, શાક માર્કેટની વહેલી સવારે ઉભા રહીને ટામેટા વેચવા ગાડીને ઉભી રાખવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. જેથી ACBની ટીમે તેઓને ઝડપી લીધાં હતાં.

આ પણ વાંચો : શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે   

આરોપી પોલીસ કર્મીઓના નામ 

1) પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, અનાર્મ પો. કોન્સ્ટેબલ, ગાયકવાડ હવેલી પો.સ્ટેશ, પી.સી.આર. વાનના ઓપરેટર (રહે. બ્લોક નંબર. બી/3, રૂમ નંબર-43 રાણીપ પોલીસ લાઇન, રાણીપ, અમદાવાદ.) 

2) ક્રિષ્નાભાઇ અરવિંદભાઇ બારોટ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, ગાયકવાડ હવેલી પો.સ્ટેશન, પી.સી.આર. વાનના ઇન્ચાર્જ  (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાપુનગર, અમદાવાદ)

3) દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ, અનાર્મ કોન્સ્ટેબલ પી.સી.આર. વાન નંબર-૪૦ ના ડ્રાઇવર (રહે.આર્ય રેસીડેન્સી, સૈજપુર ટાવરની સામે, નરોડા રોડ)

આ પણ વાંચો : વાત ગળે ન ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More