Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી અમદાવાદ એસજી હાઈવે બન્યો રક્તરંજીત! ગત મધરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત

શનિવારની રાત્રે એટલે કે ૧૪/૦૭/૨૦૨૪ના રાત્રે 02 30 વાગ્યાની આસપાસ ચાર મિત્રો પોતાની આઇ 20 કાર જેનો નંબર GJ-01-RZ-3288 ની લઇને વૈષ્ણવદેવી તરફથી આવી રહી હતી.

ફરી અમદાવાદ એસજી હાઈવે બન્યો રક્તરંજીત! ગત મધરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના એસ જી હાઈવે વધુ એક વાર અક્સ્માતથી મોતનો હાઇવે બન્યો છે. શનિવારની રાત્રે એટલે કે ૧૪/૦૭/૨૦૨૪ના રાત્રે 02 30 વાગ્યાની આસપાસ ચાર મિત્રો પોતાની આઇ 20 કાર જેનો નંબર GJ-01-RZ-3288 ની લઇને વૈષ્ણવદેવી તરફથી આવી રહી હતી. ત્યારે એસ.જી. હાઇવે ઉપર પેલેડિયમ મોલ સામે ઓવર બ્રિજ પર કાર ઉભી રાખી અને કમલ તથા અલ્પેશ બંને કારમાંથી નીચે ઉતરી કારની જમણી બાજુ ઉભા હતા. 

ભયાનક છે અંબાલાલ પટેલની આ આગાહી! ગુજરાતમાં કાળી આંધી આવશે, ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય

તે દરમિયાન બીજી બ્રેઝા કાર જેના નંબર GJ38BF-9547 ના ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી પોતાની તથા બીજાની જીવ જોખમમાં મુકાય એ રીતે ચલાવી ને આઈ 20 કારને જમણી બાજુ પાછળના બમ્પરને સાઈડથી અથડાવી જમણી બાજુના બંને દરવાજાને અથડાવી નજીકમાં ઉભેલ કમલ તથા અલ્પેશને અથડાવી હતી. જેથી તેઓ બંને રોડ ઉપર પછડાયા હતા. અલ્પેશને માથાના તથા પીઠના ડાબા પગના ભાગે ગંભીર ઈજા થયેલ હતી. સાથે જ કમલને જમણા લમણે જમણી સાથળ બંને ઢીંચણ ઉપર ગંભીર ઇજા થયેલ હતી. સાથે જ અન્ય બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. 

હોટલ મોલ વિવાદ મામલે સુરત APMCને હાઈકોર્ટે લગાવી ફટકાર; ખાલી ન કરે તો તોડવા આદેશ

તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અલ્પેશ ગાગડેકર અને કમલ અડવાણી દુઃખદ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે બ્રેજા કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તો બ્રેઝા કારમાં પ્રભુ ભાઈ દેવાસી, રેખા બેન દેવાસી, અર્જુન દેવાસી અને લાડુબેન દેવાસી સવાર હતા. જેમાં જેણે ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસમાં સામે આવ્યું છે કે દેવાસી પરિવાર કાર ચાલક પ્રભુ ભાઈના રાજસ્થાન પાલી ખાતે ઘરે માતા-પિતાના ખબર પૂછવા ગયા હતા. ત્યાર બાદ પરત આવતા જ અકસ્માત સર્જાયો. આ મોતની રફતાર ક્યારે અટકશે એ જોવું રહ્યું. 

સુરતના આ વિસ્તારમાં પાણીનો કકળાટ! 50 બિલ્ડિંગોના રહીશો છેલ્લા 3 વર્ષથી છે તરસ્યા!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More