Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના પરિવારમાં ડખા, પુત્રવધૂએ આખા પરિવાર સામે નોંધાવી ફરિયાદ

અમદાવાદના બિલ્ડર મોનાંગ પટેલ અને તેના પિતા રમણ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મોનાંગ પટેલની પત્નીએ માર મારી ત્રાસ ગુજારનાર ચાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના પરિવારમાં ડખા, પુત્રવધૂએ આખા પરિવાર સામે નોંધાવી ફરિયાદ

અમિત રાજપૂત/અમદવાદ :અમદાવાદના પ્રસિદ્ધ બિલ્ડર પરિવારનો ઘરેલુ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અમદાવાદના પોપ્યુલર હાઉસના સંચાલક બિલ્ડર મોનાંગ પટેલ અને તેના પિતા રમણ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મોનાંગ પટેલની પત્નીએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે સમગ્ર મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું, મને ઘરેથી કાઢી મૂકી છે. મને કંઈ પણ સામાન લેવા દીધો નથી. તો બીજી તરફ, વસ્ત્રાપુર પોલીસ સાથે પુત્રવધુની સાથે તેના સાસરે પણ પહોંચી હતી. પરંતુ ઘરમાં કામ કરતા કર્મચારીએ કહ્યું હતું કે, બધા ઘરમાં નથી. 

‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

fallbacks

પુત્રવધૂએ વધુમાં કહ્યું કે, માનસિક અને શારીરિક ત્રાસ પતિ અને સાસુ-સસર દ્વારા અપાતો હતો. મારા લગ્ન જીવનને 8 વર્ષ થયા. હું અત્યાર સુધી દબાણવશ થઈને રહેતી હતી. મને સંતાનમાં એક નાનકડી દીકરી પણ છે. હાલ છેલ્લો બનાવ બન્યો તેમાં મારા નાક પર ઈજા પહોંચી હતી, અને મારો દાંત પણ તૂટી ગયો છે. તેના બાદ હું ઘરમાંથી નીકળી ગઈ હતી. હવે મને એ ઘરમાં પ્રવેશવા દેતા નથી. મારી ફરિયાદ બાદ તેઓ ઘરમાંથી નીકળી ગયા છે. મારો સામાન લેવા પણ મને ઘરમાં જવા દીધી નથી. મારી કોઈ માંગ નથી, મને માત્ર ન્યાય મળવો જોઈએ. 

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

fallbacks

(બિલ્ડર રમણ પટેલ અને તેમના પત્ની મુયરીકાબેન)

આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાએ માહિતી આપી કે, મહિલાએ પતિ મોનાંગ પટેલ, સસરા રમણ પટેલ અને સાસુ મયુરીકાબેન તથા ડિવોર્સી પિતા મુકેશભાઈ સામે ફરિયાદ નોઁધાવી છે. તેઓએ દહેજ અને શારીરિક માનસિક ત્રાસ આપી, પોતાના પિતાએ સાસરી પક્ષનો સાથ આપી ઉશ્કેરણી કરી ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં આપી છે. આ તમામ લોકો મહિલાને ‘તારા પિયરમાંથી રૂપિયા જોઈએ અને મા-દીકરી લૂંટારુ છો’ તેવુ કહેતા હતા. આરોપી બિલ્ડર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પોપ્યુલર હાઉસ નામથી વ્યવસાય ચલાવે છે. સસરા પણ અવારનવાર દારૂ પીને મહિલાની છેડતી કરતા હતા. આ સંબંધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 323, 325 354-1, 498,  294, 506-2 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

અમદાવાદની કેન્સર પીડિત મહિલાનું ડ્રાઈવ થ્રુ બેસણું, સ્વજનોએ કારમાં જ બેસીને શ્રદ્ધાંજલિ આપી

monsoon updates : ગણદેવીમાં કાવેરી નદીમાં 5 ડૂબ્યા, વેણુ નદીમાં કારચાલક બૂરી રીતે ફસાયો 

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી

Viral Video માં દેખાઈ મોટી બેદરકારી, કોરોનાના દર્દીઓનું ભોજન કચરાની ગાડીમાં લઈ જવાયું

‘મગજ હટે તો બધાના બાપ છીએ, અમારી લાજપોરની દોસ્તી પર નજર ન બગડતાં’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More