Home> Ahmedabad
Advertisement
Prev
Next

સત્તાવાર પ્રવાસ પર ભારત આવી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ પોતાના સત્તાવાર પ્રવાસ પર ભારત પહોંચશે. તેઓ પહેલા અમદાવાદ, પછી આગરા અને ત્યાંથી દિલ્હી પહોંચશે. આવો જોઈએ તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
 

સત્તાવાર પ્રવાસ પર ભારત આવી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ સત્તાવાર પ્રવાસ પર સોમવારે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં આવી પહોંચશે. ટ્રમ્પની સાથે પત્ની મેલાનિયા, પુત્રી ઇવાંકા અને જમાઈ જેરેડ કુશનર પણ હશે. પરિવાર સિવાય તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ હશે. ટ્રમ્પ સાંજે આગ્રા થતાં રાજધાની દિલ્હી પહોંચશે અને આાગામી દિવસે પીએમ નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. સાંજે રાષ્ટ્રપતિ કોવિંદે તેમના માનમાં ભોજન સમારોહનું આયોજન કર્યું છે. આવો જાણીએ બે દિવસીય ભારતના પ્રવાસ પર શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ..

24 ફેબ્રુઆરી, સોમવાર
સવારે 11.40 કલાકે
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના પરિવાર અને પ્રતિનિધિમંડળની સાથે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. અહીં માત્ર સત્તાવાર તસવીરો લેવામાં આવશે. 

12.15 કલાકે
ટ્રમ્પ અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ પહોંચશે. 

બપોરે 1.05 કલાકે
મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં હાજરી આપશે. 

બપોરે 3.30 કલાકે
આગરા માટે રવાના થશે.

સાંજે 4.45 કલાકે
આગરાના એરફોર્સ સ્ટેશન ઉતરશે

સાંજે 5.15 કલાકે
તાજમહેલની મુલાકાત લેશે

6.45 કલાકે
દિલ્હી માટે રવાના થશે

7.30 કલાકે દિલ્હીના પાલમ સ્થિત એરફોર્સ સ્ટેશન પર ઉતરશે

મંગળવાર, 25 ફેબ્રુઆરી

સવારે 10 કલાકે
રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે

સવારે 10.30 કલાકે
રાજઘાટઃ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પચક્ર અર્પિત કરશે

સવારે 11 કલાકે
પીએમ નરેન્દ્ર મોદીની સાથે હૈદરાબાદ હાઉસમાં બેઠક કરશે

બપોરે 12.40 કલાકે
હૈદરાબાદ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધિત કરશે

સાંજે 7.30 કલાકે
રાષ્ટ્રપતિ ભવન પહોંચશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે બેઠક કરશે

રાત્રે 10 કલાકે
અમેરિકા માટે રવાના

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More