Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ

થોડા દિવસો અગાઉ નિકોલમાં એક આરોપીએ પોતાના જન્મદિવસની ઉજવણી તલવાર વડે કેક કાપી હતી. તો બીજી તરફ આજે શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
 

અમદાવાદ: જન્મદિવસની ઉજવણી કરતા યુવકોએ મોડી રાત્રે કર્યું હવામાં ફાયરિંગ

મૌલિક ધામેચા/અમદાવાદ: થોડા દિવસો અગાઉ નિકોલમાં એક આરોપીએ પોતાના જન્મદિવસની ઉજવણી તલવાર વડે કેક કાપી હતી. તો બીજી તરફ આજે શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરાયા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી ગાડી અને રિવોલ્વર કબ્જે કરી છે. અને આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં છાકટા થયેલા યુવાનોનું હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં આવેલા વિનસ ઍટલાન્ટિક કોમ્પ્લેકસ પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ ઘટનાની જાણ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ: કન્ટેનરમાંથી 1000થી વધુની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઇ

જન્મદિવસની ઉજવણીમાં છાકટા થયેલા યુવાનો ક્યારે શું ગુનો આચરી છે તેની તેમને ગંભીરતા હોતી નથી. તાજેતરમાં જ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાને તલવાર વડે કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતીજોકે આ યુવાનોનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને યુવાન સામે ગુનો દાખલ કઈ તેમની ધરપકડ કરી હતી. આવો જ બીજો એક બનાવ હવે આનંદનગરમાં બન્યો છે.

અમદાવાદ: સામાન્ય લોકો સાથે ઠગાઇ કરનાર નકલી PSIની ધરપકડ

ફાયરિંગના બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળની આસપાસ તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર મળી આવી હતી. જે ગાડીમાથી પોલીસને એક રિવોલ્વર અને એક જીવતો તથા એક ફુટેલો કારતુસ કબ્જે કર્યો છે. પોલીસનું માનવું છે કે, કુલદિપ નામના યુવકનો જન્મ દિવસ હોઈ શકે છે કેમ કે કાર માંથી કુલદીપ લખેલા નામ કેક પણ મળી આવી છે. પરંતુ ફાયરીંગ કરનાર યુવક કોણ છે અને સાથે કોણ કોણ યુવકો હતા તે અંગે તપાસ હાથ ધરી છે. 

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

મહત્વની વાત એ છે કે, કાર માલીકને પણ પોલીસે અટકાયતમા લીધા બાદ તેની પણ પુછપરછ કરવામાં આવી છે. પરંતુ ગાડી તેનો ભાણીઓ અને મિત્રો વાપરતા હોવાનો ખુલાસો થયો છે. માટે પોલીસ હવે ફાયરિંગ કરનાર આરોપીની શોધખોળ કરી રહી છે. જોકે હાલ પોલીસને કાર સાથે આવતા યુવકોનાં CCTV ફૂટેજ પણ હાથ લાગ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોડી રાત્રે કારમાં તેઓ જન્મ દિવસની ઉજવણી માટે કોમ્પ્લેક્ષમાં આવે છે અને જન્મ દિવસ નિમિતે હવામાં ફાયરીંગ પણ કર્યું છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More