Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો અને સરળ રસ્તો શોધ્યો, X-Rayથી ઓળખાશે કોરોના

અમદાવાદના 21 વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બને છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના XRAYની ઈમેજ વેબ સાઈટ  www.ujjawal.world/covid/ ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.

અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો અને સરળ રસ્તો શોધ્યો, X-Rayથી ઓળખાશે કોરોના

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના 21 વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બને છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના XRAYની ઈમેજ વેબ સાઈટ  www.ujjawal.world/covid/ ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.

અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત

મૂળ અમદાવાદનો આ યુવાન ચેન્નાઇમાં ભણી રહ્યો છે. પરંતુ લોકડાઉન ને કારણે હાલ અમદાવાદમાં પોતાના પરિવાર પાસે આવ્યો છે. અગાઉ પણ આ ઉજ્જવલે પૂર માટે એલર્ટ કરતી ડિવાઈસ બનાવી હતી. જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં લોકો દ્વારા થયો હતો. ઉજ્જવલે હવે ચેસ્ટ એક્સરે સ્કેનનું મોડલ બનાવ્યું છે. આ વેબસાઈટ તમારામાં રહેલા કોરોનાને ઓળખી બતાવશે. તેમજ તેની કિંમત પણ રેગ્યુલર કીટ કરતા દસમા ભાગની છે. 

અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ

ઉજ્જવલે હાલ તો આ ટેકનિકને લોકો માટે ઓનલાઈન ફ્રીન મૂકી છે. પરંતુ જેમ તમે આ વેબસાઈટ પર ઈમેજ અપલોડ કરશો, તેમ તમને રિઝલ્ટ જોવ મળશે. ઉજ્જવલ આ પ્રકારના એક્સપરિમેન્ટ્સ કરતો રહે છે. આવુ કરવાનો વિચાર તેને કોરોનાની હાલની પરિસ્થિતિ જોતા આવ્યો હતો. 

લોકડાઉનમાં સલમાન ખાને આપી મોટી સરપ્રાઈઝ, નવા સોન્ગનું ટીઝર લોન્ચ કર્યું 

ઉજ્જવલ હાલ ચેન્નઈની એસએમઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરે છે, તેમજ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મેન્ની કો સાથએ પોતાના એઆઈ મોડલની એક્યુરસી વધારવા માટે કામ કરી રહ્યો છે. અનેક હોસ્પિટલો ઉ્જજવલના આ પ્રોજેકટમાં રસ દાખવી રહ્યાં છે. એક તરફ, જ્યાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે ટેસ્ટીંગની અછત સર્જાઈ છે, તો બીજી તરફ તંત્ર દ્વારા તમામના ટેસ્ટ કરવુ શક્ય નથી બની રહ્યું, આવામાં ઉજ્જવલની આ વેબસાઈટ ઉપયોગી બની રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More