Home> Gujarat
Advertisement
Prev
Next

ગોતાના જાણીતા બિલ્ડરે પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને બે કરોડ માંગ્યા, પછી જે થયું તે કોઈ સ્ક્રીપ્ટથી કમ નથી!

ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બિલ્ડરનું અફેર.. ધંધાકીય દસ્તાવેજો કહીને ડિવોર્સ પેપર પર સહી કરાવ્યા અને જો કોઈને કહ્યું તો તારું અને તારા બાળકોનું મર્ડર કરી દઈશ તેવી ધમકી આપ્યો ફરિયાદમાં ઉલ્લેખ
 

ગોતાના જાણીતા બિલ્ડરે પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને બે કરોડ માંગ્યા, પછી જે થયું તે કોઈ સ્ક્રીપ્ટથી કમ નથી!

ઝી બ્યુરો/અમદાવાદ: ગોતાના પ્રતિષ્ઠિત બિલ્ડર સામે પત્નીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધંધાકીય દસ્તાવેજોનું કહી છૂટાછેડાના કાગળો પર સહી કરાવ્યાનો આક્ષેપ પણ પત્નીએ પોતાની ફરિયાદમાં કર્યો છે. જેમાં પત્ની અને સંતાનોની હત્યા કરી દેવાની ધમકી પણ બિલ્ડર આપતો હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, બિલ્ડર રોજ પત્ની સાથે ઝઘડો કરીને ગુપ્ત ભાગે મારઝૂડ કરીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જેથી કંટાળીને પત્નીએ પોલીસનું શરણું લીધું હતું. આ ઘટનામાં પત્નીએ સાસુ સસરાને વાત કરતા તેઓએ પણ દિકરાનું ઉપરાણુ લઇને ત્રાસ આપતા હોવાની વાત સામે આવી છે.

ખેડૂતોની સરકાર : ગુજરાત સરકારે ફરી એકવાર સાબિત કર્યું કે, તે ખેડૂતોની પડખે ઉભી છે

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતી એક મહિલાના લગ્ન વર્ષ 2005માં સમાજના રીતરિવાજ મુજબ ગોતામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન મહિલાએ એક દિકરી અને એક દિકરાને જન્મ થયો હતો. પરંતુ બિલ્ડર પતિને તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. 

'મહિલા ગર્ભવતી છે તે કારમાંથી નીચે નહીં ઉતરી શકે', પોલીસને શંકા ગઈ અને ઝડપાયો નશાનો.

બિલ્ડર તે યુવતી સાથે અવારનવાર ફરવા માટે વસ્ત્રાપુર લઇ જતો હતો. આ સમયગાળા દરમિયાન બિલ્ડરને એક વખત તેની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ પત્નીને થતાં તેણે બિલ્ડર પતિને પુછ્યું હતું. તે વખતે પતિ ગુસ્સે થઈ ગયો હતો, અને પત્નીને ગૃપ્ત ભાગે માર મારીને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ. 

પુષ્પાના ચંદન કરતાં પણ મોધું છે આ લાકડું, એક દુર્લભ વૃક્ષ ઉગાડવામાં લાગે છે 60 વર્ષ

ગત 25 ઓક્ટોબર 2021ના રોડ બિલ્ડરે ફરવા જવાનું કહીને પત્નીને કારમાં બેસાડીને જગતપુર લઈ ગયો હતો. જ્યાં ધંધાકીય પેપર્સ હોવાનું કહીને છૂટાછેડાના કાગળો પર પત્નીની સહીઓ કરાવી દીધી હતી. બાદમાં પતિએ પત્નીના ગળા પર થરી મૂકીને સહી કરેલા કાઘલો વાંચ તેમ કહીને રેકોર્ડિંગ કર્યું હતું અને ધમકી આપી હતી કે, જો તું કઈ બોલી તો તારૂ અને તારા બાળકોનું મર્ડર કરી દઈશ. સાથે જ પિયરમાંથી બે કરોડ રૂપિયા લાવવા માટે પણ પત્ની પર દબાણ કર્યું હતું.

તથ્યએ એક્સિડેન્ટમાં પાંચને ઉડાવ્યા છે, તું જલદી આવ.. એ રાતનો થયો મોટો ખુલાસો

બાદમાં પત્નીને છાતીમાં દુખાવો ઉપડતા પતિ દવાખાને લઇ જવાને બદલે ઉંઘની દવાઓ આપતો હતો. બીજી તરફ, દિકરી મારી નથી બીજા કોઇને છે તેમ કહીને બિલ્ડર પતિએ ડીએનએ રીપોર્ટ કરાવ્યો હતો. જેમાં દિકરી તેની હોવાનો સામે આવતા બીજા લગ્ન કરવા છે તેમ કહીને બિલ્ડર પતિએ પત્ની સાથે મારઝૂડ કરી હતી. 

અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે PM મોદીએ BJP સાંસદોને કહ્યું- છેલ્લા બોલે મારો સિક્સર

આ અંગે પત્નીએ સાસરિયાઓને જાણ કરતા તેઓ પણ તેનો સાથ આપવાની જગ્યાએ દીકરાનું ઉપરાણું લઈને મહિલાને ત્રાસ આપવા લાગ્યા. આ બધાની કંટાળીને આખરે મહિલાએ હવે પોલીસની મદદ માંગી છે. સમગ્ર મામલે સોલા પોલીસે બિલ્ડર સામે ગુનો દાખલ કર્યો છે અને મહિલાનું મેડિકલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More