Home> Gujarat
Advertisement
Prev
Next

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ મુદ્દે એક PI સહિત 14 લોકો સામે ફરિયાદ, જાણો કેમ થઈ હતી બબાલ?

અમદાવાદમાં બુધવારની સાંજે વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઇ હતી. જેમાં એક વૃદ્ધા લીરી બેન ભરવાડનું પથ્થર છાતીના ભાગે વાગી જતા મોત નીપજ્યું છે. બંને પક્ષે કુલ 14 લોકો સામે હત્યા અને રાયોટીંગની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણ મુદ્દે એક PI સહિત 14 લોકો સામે ફરિયાદ, જાણો કેમ થઈ હતી બબાલ?
Updated: Apr 25, 2024, 06:05 PM IST

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં એક PI સહિત 14 લોકો સામે હત્યા અને રાયોટીંગની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને મામલો ઝગડામાં પરિવર્તિત થયો હતો.

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ..

અમદાવાદમાં બુધવારની સાંજે વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઇ હતી. જેમાં એક વૃદ્ધા લીરી બેન ભરવાડનું પથ્થર છાતીના ભાગે વાગી જતા મોત નીપજ્યું છે. બંને પક્ષે કુલ 14 લોકો સામે હત્યા અને રાયોટીંગની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે. પથ્થરમારામાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પથ્થરમારાના સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા પોલીસમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI જે.કે.ભરવાડ વિરુદ્ધ પણ હત્યા સહિતની કલમ હેઠળ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પરિવારના લોકોનો આક્ષેપ છે કે PI જી કે ભરવાડ એ આ ઝઘડો થયો ત્યારે હાજર હતો અને પથ્થર ઉપાડી પથ્થર માર્યો કર્યો હોવાની વાત ફરિયાદમાં નોંધવામાં આવી છે. 

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, CR પાટીલનું મહત્વપૂર્ણ નિવેદન

વસ્ત્રાપુર ગામ આવેલા ભરવાડવાસમાં કૃષ્ણ ભગવાનના મંદિરનું જીણોદ્ધાર હોવાથી પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ સામે સામે આવી ગઈને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન 70 વર્ષીય લીરી બેન ભરવાડ નું વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડીવારમાં માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે પોલીસને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી કરી હતી. 

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ગર્ભિત ધમકી, કહ્યું; 'આ કોઈના થયા નથી તો તમારા શું થશે'

ત્યારે વસ્ત્રાપુર પોલીસે બને પક્ષે ફરિયાદ નોંઘી છે એકે પક્ષ ની હત્યા સહીત ની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને બીજા પક્ષ ની રાયોટીંગ ની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે અને મૃતક ના પરિવાર ના આક્ષેપ ને લઇ ને સીસી ટીવી ફૂટેજ અને નજરે જોનાર સાક્ષીઓ ના આધારે તપાસ શરુ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે