Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ

2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી.

VIDEO:  અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ

ઝી બ્યુરો/અમદાવાદઃ ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પનો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે. 

ગુજરાતમાં મેઘરાજા આ તારીખ પછી તોફાની બેટિંગ કરશે, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

મહાઠગ કિરણ પટેલોની કોઈ કમી નથી! વધુ એક ઠગ ઝડપાયો, હું CM કાર્યાલયમાંથી બોલું છું..

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી.

ગુજરાત યુનિ.ના કૌભાંડો અંગે ગુજરાત સરકાર ગંભીર, ગમે ત્યારે છૂટી શકે છે તપાસના આદેશ

બે જ દિવસમાં હવા નીકળી ગઈ!
બે ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

'મોટો ફાયદો મળશે', કહીને કોઈ એપ્લીકેશન ડાઉનડલોડ કરાવે તો ચેતી જજો! 9 લાખથી વધુની છેત

સીસીટીવીથી પણ રખાશે નજર
વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે એએમસી દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અચાનક શું બન્યું મોડાસામાં? 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો, એકઠા થઇ સૂત્રોચ્ચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More