Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર એક જ કલાકમાં અમદાવાદમાં પોણો કરોડથી વધુની કિંમતના મોબાઈલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Ahmedabad News: સીસીટીવી તપાસ કરતા 57 મિનિટમાં ઓફિસમાં ચોર એક વખત પ્રવેશ કર્યો બાદમાં બહાર નીકળી ગયો અને બાદમાં 10 મિનિટ રહી ફરી આવ્યો અને ઓફિસમાં રહેલા 119 જેટલા આઈફોન ચોરી કરી જતો રહ્યો.

માત્ર એક જ કલાકમાં અમદાવાદમાં પોણો કરોડથી વધુની કિંમતના મોબાઈલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના પાંજરાપોળ પાસે આવેલ થર્ડ આઈ વિઝન કોમ્પલેક્ષમાં આવેલ હોલસેલના મોબાઈલના વેપારીની ઓફિસમાંથી 119 જેટલા આઈફોન ચોરી થઈ. 4 જૂનના રોજ રાત્રીના સમયે ચોર ટોપી-માસ્ક પહેરી બેકપેક લટકાવી ઓફિસનું લોક તોડીને પ્રવેશ કર્યો. જ્યાં 119 જેટલા આઈફોન જેની કિંમત 77 લાખના આઈફોન ચોરી કરી હતી.

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી, ગુજરાતમા 2023 સાઇક્લોન વર્ષ બની રહેશે

સીસીટીવી તપાસ કરતા 57 મિનિટમાં ઓફિસમાં ચોર એક વખત પ્રવેશ કર્યો બાદમાં બહાર નીકળી ગયો અને બાદમાં 10 મિનિટ રહી ફરી આવ્યો અને ઓફિસમાં રહેલા 119 જેટલા આઈફોન ચોરી કરી જતો રહ્યો. સમગ્ર ધટના સીસીટીવી કેદ થતા પોલીસ તપાસ શરૂ કરી છે.

શાળા સંચાલકો સામે સરકાર ઝૂકી! ગુજરાતમાં સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ આ વર્ષે રદ

પોલીસ તપાસ કરતા ચોરીના બાઇક લઈને એક આરોપી આવ્યો હતો જે કોમ્પ્લેક્ષ નીચે ઉભો હતો અને અન્ય એક આરોપી ટોપી માસ્ક પહેરી ઓફિસમાં ચોરી કરવા આવ્યો હતો. હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસે વાયબલ રીકોમર્સ ઇડિયા નામના કંપની વેપારી અપૂર્વ ભટ્ટ ની ફરિયાદ લઈને સીસીટીવી આધારે આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે. 

હાઈલેન્ડ રિસોર્ટ રેપ કેસમાં ઘટસ્ફોટ, યુવતીએ કહ્યું; કોઈ શારીરિક સંબંધ બંધાયો જ નહોતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More