Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: દિવાળી દરમિયાન લાગતી આગની ઘટનામાં આ વર્ષે બમણી થઇ

ગત વર્ષોની તુલનામાં આ વર્ષે દિવાળીના પર્વે આગના અકસ્માતોની ઘટનામાં બેગણો વધારો થયો હતો. 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન ફાયર વિભાગને આગ અકસ્માતના 177 કોલ મળ્યા હતા. ફટાકડાને કારણે લાગેલી આગની કુલ સંખ્યા 115 જ્યારે અન્ય કારણોસર લાગેલી આગના 62 કોલ ફાયર વિભાગને મળ્યા હતા.  

AHMEDABAD: દિવાળી દરમિયાન લાગતી આગની ઘટનામાં આ વર્ષે બમણી થઇ

અતુલ તિવારી/અમદાવાદ : ગત વર્ષોની તુલનામાં આ વર્ષે દિવાળીના પર્વે આગના અકસ્માતોની ઘટનામાં બેગણો વધારો થયો હતો. 1 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન ફાયર વિભાગને આગ અકસ્માતના 177 કોલ મળ્યા હતા. ફટાકડાને કારણે લાગેલી આગની કુલ સંખ્યા 115 જ્યારે અન્ય કારણોસર લાગેલી આગના 62 કોલ ફાયર વિભાગને મળ્યા હતા.  

આ 62 કોલમાં તહેવારો દરમિયાન શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગોની સંખ્યા 20, ગેસ લીકેજને કારણે 1, વાહનમાં લાગેલી આગ 3, ગોડાઉનમાં 3, મ્યુનિસિપલ ઓફિસમાં 1, દીવાના કારણે આગના 5 બનાવ, ખુલ્લા પ્લોટ / કચરામાં લાગેલી આગની સંખ્યા 16, શોર્ટ સર્કિટને કારણે મકાનમાં લાગેલી બે આગ તેમજ અન્ય કારણોસર 11 આગના બનાવ બન્યા હતા. 

અમદાવાદમાં ઝોન મુજબ ફટાકડાના કારણે લાગેલી આગ પર નજર કરીએ તો મધ્ય ઝોનમાં 16, પૂર્વ ઝોનમાં 19, ઉત્તર ઝોનમાં 8, દક્ષિણ ઝોનમાં 7 અને પશ્ચિમ ઝોનમાંથી 65 કોલ આવ્યા હતા. ફટાકડાને કારણે લાગેલી આગના વિસ્તારોની વાત કરીએ તો દરીયાપુર, કાલુપુર, બાપુનગર, ઓઢવ, ગોમતીપુર, વટવા, મણિનગર, નારોલ, અસલાલી, નરોડા, ચાંદખેડા, નારણપુરા, રાણીપ, વાસણા, પ્રહલાદનગર, સાબરમતી અને ગોતાનો સમાવેશ સદનસીબે આગ અકસ્માતની ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની થઇ નહોતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More