Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: તિજોરીનું હેન્ડલ તુટી જતા પૈસા તો બચી ગયા પણ 2 લોકોના જીવ ગયા

શહેરના ઘાટલોડિયા મર્ડર મિસ્ટ્રીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચે ઝડપેલા આરોપીઓ હત્યાની રાત્રે સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેઓ દિવાળીના તહેવાર ટાણે એવું ઘર શોધી રહ્યા હતા, જ્યાંથી તેમને સારી એવી રકમ મળી જાય. કીમતી સામાન હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપત્તીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. તેઓ એક ઘરમાં ઘુસીને કીમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. દરમિયાન વૃદ્ધ દંપત્તીએ બુમાબુમ કરતા તેમને મારી નાખ્યા હતા. ત્યાર બાદ ભરચક વિસ્તાર હોવાથી લાંબો સમય રોક્યા નહોતા અને ભાગી ગયા હતા. 

AHMEDABAD: તિજોરીનું હેન્ડલ તુટી જતા પૈસા તો બચી ગયા પણ 2 લોકોના જીવ ગયા

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા મર્ડર મિસ્ટ્રીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચે ઝડપેલા આરોપીઓ હત્યાની રાત્રે સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેઓ દિવાળીના તહેવાર ટાણે એવું ઘર શોધી રહ્યા હતા, જ્યાંથી તેમને સારી એવી રકમ મળી જાય. કીમતી સામાન હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપત્તીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. તેઓ એક ઘરમાં ઘુસીને કીમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. દરમિયાન વૃદ્ધ દંપત્તીએ બુમાબુમ કરતા તેમને મારી નાખ્યા હતા. ત્યાર બાદ ભરચક વિસ્તાર હોવાથી લાંબો સમય રોક્યા નહોતા અને ભાગી ગયા હતા. 

GUJARAT: થર્ડ વેવ માટે તૈયાર થઇ જાવ, સૌરાષ્ટ્રમાં ફરી કોરોના ફાટી નિકળ્યો, તંત્ર દોડતું થયું

અમદાવાદ ક્રાઇમબ્રાંચે દિવાળીના તહેવારમાં વૃદ્ધ દંપત્તીની હત્યાના આરોપીઓને શોધી રહી હતી, ત્યારે 5 શંકાસ્પદોને ઝડપી લીધા હતા. આ તમામ સોસાયટીના આસપાસના વિસ્તારોમાં ઝુંપડાઓમાં રહેતા હતા. બીજી તરફ હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. પોલીસે બંન્ને શંકાસ્પદ કંસ્ટ્રક્શન સાઇટ પર શંકાસ્પદ હોવાની બાતમીના આધારે તપાસ કરતા બે આરોપીઓ ઝડપાયા હતા. બંન્ને આરોપીઓ ચાલતા દંપત્તીના ઘરે પહોંચ્યા હતા. વૃદ્ધ દંપત્તીના ઘરે પહોંચ્યા ત્યારે દાદાએ ઉંચા અવાજે પુછતા ગભરાયેલા આરોપીઓએ દંપત્તીની હત્યા કરી નાખી હતી. 

બાળકીના મૃતદેહને જોઇને પોલીસ જવાનોની આંખો ભીની થઇ, અનેક દિવસો સુધી જમી ન શક્યાં

ચોરી અને લૂંટના ઇરાદે હત્યા કરી હતી. મુકુટ આરોપી ખૂંટી જિલ્લા ઝારખંડનો રહેવાસી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર બંન્ને આરોપીઓ સેન્ટીંગનું કામ કરે છે. પૈસાની જરૂર હોવાથી તેઓએ મુકુટની હત્યા કરી હતી. થોડા સમય પહેલા જ 12 હજાર રૂપિયા ઘરે ટ્રાન્સફર કર્યા હતા. હત્યા બાદ ગભરાઇને બંન્ને ઘરમાં સામાન્ય ખાખાખોળા કર્યા હતા. જો કે તિજોરીનું હેન્ડલ તુટી જતા તિજોરી ખોલી શક્યા નહોતા. ઘરમાંથી બીજુ કાંઇ નહી મળતા ઘરેણા લીધા વગર જ ભાગ્યા હતા. તેમને દંપત્તીના ઘરેથી માત્ર 500 રૂપિયા જ મળ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા શી ટીમને વૃદ્ધ દંપત્તીઓ ભોગ ન બને તે માટે સક્રિય કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More