Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: પહેલીવાર જગન્નાથજીને સોનાનો મુગટ અર્પણ, ખાસ જુઓ VIDEO 

જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના મુગટ બનાવવામાં આવેલા છે. 

અમદાવાદ: પહેલીવાર જગન્નાથજીને સોનાનો મુગટ અર્પણ, ખાસ જુઓ VIDEO 

સંજય ટાંક, અમદાવાદ: આવતી કાલે અમદાવાદમાં રથયાત્રા નીકળનાર છે. ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીને સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા છે. મેઘમણી ગ્રૂપના રમેશભાઈ પટેલ દ્વારા જગન્નાથજીને સાડા 9 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના મુગટ બનાવવામાં આવેલા છે. 

VIDEO રથયાત્રા 2018: ભગવાન જગન્નાથના અદભૂત 'સોના વેશ'માં કરો દર્શન

ભગવાનને અર્પણ કરાયેલા આ મુગટમાં હીરા માણેક જડેલા છે. રમેશભાઈને વિદેશમાં સંકલ્પ થયો કે ભગવાનને સોનાનું દાન કરવું છે અને તેમણે આજે આ દાન કર્યું છે. ભગવાન જગન્નાથના આ અદભૂત દર્શનનો લ્હાવો લેવા માટે નગરજનો ઉમટી પડ્યા હતાં. 

અત્રે જણાવવાનું કે આવતી કાલે જગતના નાથ જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે. આજે સવારે સોના વેશના દર્શન બાદ બપોરે 3 વાગે મંદિરના પ્રાંગણમાં રથનું પૂજન થશે. ત્યારબાદ 4 વાગે શાંતિ સમિતિની મુલાકાત થશે. સાંજે 6 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશિષ્ટ પૂજા અને આરતી કરશે અને દિવસના અંતે સાંજે 8 વાગે મહાઆરતી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More