Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: એવું કામ કર્યું કે પોલીસનો બાતમીદાર જ બની ગયો આરોપી

પોલીસ બાતમીદારની કે જેના પર પોલીસને પૂરો વિશ્વાસ હોય છે. તેના કહેવા પર પોલીસ આંખો બંધ કરીને રેડ પણ કરતી હોય છે. પણ આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને એક બાતમીદારે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ પડાવી લીધો. 

 Ahmedabad: એવું કામ કર્યું કે પોલીસનો બાતમીદાર જ બની ગયો આરોપી

ઉદય રંજન, અમદાવાદઃ પોલીસ બાતમીદારની કે જેના પર પોલીસને પૂરો વિશ્વાસ હોય છે. તેના કહેવા પર પોલીસ આંખો બંધ કરીને રેડ પણ કરતી હોય છે. પણ આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને એક બાતમીદારે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ પડાવી લીધો. શરૂઆતમાં તો પોલીસને ખ્યાલ ન આવ્યો પણ બાદમાં ચાલબાજ બાતમીદાર પોલીસના ચક્રવ્યૂહમાં ફસાય ગયો છે. 

કારંજ પોલીસ સ્ટેશનની ઝપટમાં આવેલા ચાલબાજ ચીટરનું નામ સાજીદ અબ્દુલ સત્તાર ઘાંચી છે. આ ચાલબાજ ચીટર અમદાવાદના અલગ અલગ કાપડના વેપારીઓનું લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો.  જોકે કારંજ પોલીસને બાતમી મળતા  આરોપીને અમદાવાદમાંથી જ દબોચી નાખ્યો છે. આરોપી સાજીદે છેલ્લા દોઢથી બે મહિનામાં અમદાવાદના અલગ-અલગ માર્કેટમાં જઈ 8 જેટલા  વેપારીઓ પાસે ફોન પર માલ મંગાવી લાખો રૂપિયા નું ચીટીંગ કરી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયું, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન જાહેર

આરોપીની મોડસ ઓપરેનટી જો વાત કરીએ તો આરોપી સાજીદ વેપારીની દુકાનનું સાઇનબોર્ડ વાંચી તેની પરથી નંબર મેળવી ફોન ઉપર ઓર્ડર લખ આવતો હતો. ત્યારબાદ અમુક ચોક્કસ જગ્યા પર માલની ડિલિવરી કરાવતો હતો અને સામે જ મારું ઘર છે. તથા atm માંથી પૈસા ઉપાડવાનું કહી ફરાર થઈ જતો હતો. પછી પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખતી હતો. આમ કરતાં કરતાં આરોપીએ માત્ર દોઢ મહિનામાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વેપારીઓને ટાર્ગેટ કરી 4 થી 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચુક્યો છે.  હાલ તો કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી અમદાવાદ શહેરના અલગ-અલગ આઠ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે..

કારંજ પોલીસે આરોપી ભાથીજી હાલ એક લાખ રૂપિયાનું મુદ્દામાલ રિકવર કરી બાકીનો મુદ્દામાલ કઈ કઈ જગ્યાએ વેચ્યો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં આ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More