Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: પોલીસ ભરતી બાદ ગૌણસેવા બોર્ડને પણ વિદ્યાર્થીઓએ લપેટામાં લીધું, ધરણાની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા ૫સદંગી મડંળ, ગાંધીનગર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ  હેઠળના ખાતાના વડા નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર હસ્તકની જુદી જુદી કચેરીઓમા વર્ગ 3 ના જુદા જુદા તાંત્રિક સવંગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા માર્ચ-2019 માં હાથ ધરવામાં આવી હતી. જેને આશરે 2 વર્ષ જેટલો સમય વીતી ચુકેલ છે અને હજી સુધી સંપુર્ણ પણે પ્રક્રિયા પુર્ણ થયેલ નથી.

AHMEDABAD: પોલીસ ભરતી બાદ ગૌણસેવા બોર્ડને પણ વિદ્યાર્થીઓએ લપેટામાં લીધું, ધરણાની જાહેરાત

અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા ૫સદંગી મડંળ, ગાંધીનગર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ  હેઠળના ખાતાના વડા નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર હસ્તકની જુદી જુદી કચેરીઓમા વર્ગ 3 ના જુદા જુદા તાંત્રિક સવંગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા માર્ચ-2019 માં હાથ ધરવામાં આવી હતી. જેને આશરે 2 વર્ષ જેટલો સમય વીતી ચુકેલ છે અને હજી સુધી સંપુર્ણ પણે પ્રક્રિયા પુર્ણ થયેલ નથી.

જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભેખડે ભેરવાયા

05/09/2020 ના રોજ માનનીય મુખ્યમંત્રી એ જાહેરાત કરી હતી કે જે ભરતી પ્રક્રિયામાં પરીક્ષા ના તબક્કા પૂર્ણ થઈ ગયેલ છે તેની બાકીની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવશે. અને તારીખ 09/ 09/2020 ના રોજ માનનીય અધ્યક્ષ  વોરા સાહેબ દ્વારા DD ગુજરાતી ના ઇન્ટરવ્યૂ માં ડિસેમ્બર 2020 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.

આ છે ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ, ત્યાં કોરોનાને પણ ઘૂસી શક્યો નથી, જુઓ કેવી છે વ્યવસ્થા

કોરોનાની પરિસ્થીતી ઘ્યાને લઈ આજ રોજ આ ભરતીનાં હજારો ઉમેદવારોએ રૂબરૂ આવેદન આપવાને બદલે E-mail ના માઘ્યમથી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ, નિયામક રોજગાર અને તાલીમ, સામાન્ય વહિવટ વિભાગ, રાજ્ય ચુંટણી પંચ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી , ગૃહમંત્રી તેમજ મંત્રીશ્રમ અને રોજગારને આવેદન મોકલ્યા છે. આ ભરતી ઝડપથી પુર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. જો ૩૦/૦૪ સુઘીમાં બઘાં ટ્રેડનાં આખરી પરીણામો જાહેર કરવામાં નહીં આવે તો ઉમેદવારો સ્વયંભુ પોતાના પરીણામો જાહેર કરાવવાં માટે GSSSB ની ઓફીસમાં આવશે અને પરીણામો જાહેર નહીં થાય ત્યા સુઘી ત્યાં જ ધરણા કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More