Home> Gujarat
Advertisement
Prev
Next

કાળજુ કંપી જાય તેવી ઘટના! સાવકી માતા અને નાનીએ છ વર્ષના દીકરાને ડામ આપ્યા

step mother torture son : અમદાવાદમાં 6 વર્ષના બાળકને ડામ... પૌત્રને ન્યાય અપાવવા દાદાએ કરી પોતાના પુત્ર અને તેની સાસુ સામે ફરિયાદ.. નવા લગ્ન બાદ પુત્રએ સાસુ સાથે મળીને પૌત્રને પીડા આપ્યાની ફરિયાદ.. 
 

કાળજુ કંપી જાય તેવી ઘટના! સાવકી માતા અને નાનીએ છ વર્ષના દીકરાને ડામ આપ્યા

Ahmedabad News : માનવતાને શર્મસાર કરે તેવી ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 6 વર્ષીય બાળકને ડામ દેવાની ઘટના સામે આવી છે. બાળકના દાદાએ ફરિયાદમાં પિતા અને સાવકી સાસુએ બાળકને ડામ આપ્યોનો આરોપ મૂક્યો છે. બાળકના દાદાએ પોતાના પૌત્રને ડામ દેવાની બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાળકને કેવી રીતે સાવકી માતા, સાવકી દાદી દ્વારા ડામ અપાતો તે સાંભળીને તમારું કાળજુ કંપી જશે. 

શાહીબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે દીકરા, દીકરાની બીજી પત્ની સહિતના લોકો પર ગંભીર આક્ષેપ કર્યાં છે. પૌત્રને ડામ આપવા, ટોયલેટના ભોંયરામાં મોઢું નખાવી ફ્લશ ચાલુ કરી અત્યાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, પૌત્રને મારી નાખવાની પણ ધમકીઓ અપાઈ હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ચંપાવતે ફરિયાદ ન નોંધી કેસ બગાડ્યાનો પણ ફરિયાદી દાદાનો આક્ષેપ કર્યો છે. મારા પૌત્રને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના અન્ય બાળક સાથે ન થાય તેવી માંગ કરી છે. 

અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, વાદળોની જમાવટ વચ્ચે અંધારપટ છવાયો

બાળકના દાદાએ આ ઘટના વિશે કહ્યું કે, મારા મોટા દીકરાએ ડિવોર્સ આપી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. મોટા દીકરાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો. થોડા દિવસ પહેલા પહેલી પત્નીના દીકરાને તે મારા ઘરે મૂકી જતા મામલો સામે આવ્યો હતો. 

 

 

દાદાએ કહ્યું કે, 17મી જાન્યુઆરીએ ફરિયાદી સાંજના સમયે તેમનું કામ પતાવીને ઘરે આવ્યા ત્યારે તેમનો પૌત્ર, પુત્રવધુ અને તેની માતા ફ્લેટની નીચે ઊભા હતા. બાદમાં ફરિયાદીના પૌત્ર બે સ્કૂલ બેગ અને કપડાં ભરેલી બેગ આપીને, જા તારા દાદા પાસે જા તેમ કહીને માતા પુત્રી ત્યાંથી જતાં રહ્યાં હતાં. જોકે રાત્રે જ્યારે ફરિયાદીનો પૌત્ર સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક રાત્રે બે ત્રણ વખત ચીસો પાડીને જાગી ગયો હતો. પરંતુ જગ્યા બદલાઈ હોવાથી તે આવું કરી રહ્યો હોવાનું માનીને ફરિયાદી તેને પાછો સુવાડી દેતા હતા. પરંતુ સવારે જ્યારે તેઓ તેને ન્હાવા માટે લઈ ગયા ત્યારે તેને બેસવાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. નાનીએ રોટલી બનાવવાના ચીપિયાને ગરમ કરીને તેને ડામ આપ્યા હતા. માતા અને નાની કોઈ પણ બહાને તેને માર મારતા હતા. જ્યારે તેના નાનાએ જો તે અભ્યાસ ના કરે તો ફલશમાં માથું નાંખ્યું હતું.

 

 

આમ, એક બાળક પર અમાનુષી અત્યાચાર કરાયો હતો. કોઈ સપનામાં વિચારી ન શકે તેવી યાતનાઓ માત્ર 6 વર્ષના બાળકે ભોગવી હતી. અસહ્ય પીડા વચ્ચે પણ તે ચૂપચાપ બધુ સહન કરતો હતો. 

એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત, પરિવાર પર આભ તૂટ્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More