જાવેદ સૈયદ, અમદાવાદ: યુપી બિહારમાં થયેલી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા તમામ શેલ્ટર હોમની તપાસ કરવા માટે જણાવ્યું હતું. જેમાં અમદાવાદના એક શેલ્ટર હોમની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજમાં આવેલાં શેલ્ટર હોમની આ ઘટના છે. શેલ્ટર હોમમાં બાળકીઓને માર મારવાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. બાળકી સાથે શારીરિક અડપલાંનો પણ આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ બાળકીઓને હોમના ટ્રસ્ટી દ્વારા શારીરિક અડપલાં કર્યા હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરખેજના આ શેલ્ટર હોમનો ટ્રસ્ટી હાલમાં સાઉદી હજ કરવા માટે ગયા હોવાનું સામે આવ્યું છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે તેમાં સોહેબ સિદ્દીકી નામનો ગાર્ડ બાળકીઓને મારી રહ્યો છે. બાળકીઓ નમાજ અને કચરો ન વાળતા માર માર્યો હોવાનું કહે છે.
સીસીટીવી ફૂટેજમાં શેલ્ટર હોમનો ગાર્ડ બાળકીઓને લાફા મારતો જોવા મળી રહ્યો છે. માસૂમ બાળાઓ સાથે આવો અત્યાચાર જોઈને લોહી ઉકળી જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે