Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના હિંસક પ્રદર્શનમાં 2 ‘પઠાણ’નો રોલ, એકની ધરપકડ અને બીજાની શોધ ચાલુ

નાગરિકતા કાયદા (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં ગુજરાત બંધના એલાન વચ્ચે ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બન્યા હતા. બપોર બાદ શાહઆલમ અને મિરઝાપુર જેવા વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. આ હિંસક પ્રદર્શનો મામલે સોશિયલ મીડિયામાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. શું આ વિરોધ પ્રદર્શન હતા કે કોઈ ષડયંત્ર હતું. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી પોસ્ટ પણ પ્રદર્શનને હિંસક બનાવવામાં મોટો રોલ ભજવી ગઈ છે. ત્યારે પોલીસે સવારે 49 પ્રદર્શનકારીઓ અને કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan) ની ધરપકડ કરી છે. શહેજાદ ખાન પઠાણ ઉપરાંત આ હિંસક તોફાનોમાં અન્ય એક પઠાણની ભૂમિકા પણ સામે આવી છે. અમદાવાદના ઉમરખાન પઠાણ (Umarkhan Pathan) સામે અમદાવાદ પોલીસ ગુનો નોંધશે. ત્યારે અમદાવાદમાં વકરેલી પરિસ્થિતિમાં આ બંને પઠાણોનુ શું કનેક્શન છે તે જાણીએ...

અમદાવાદના હિંસક પ્રદર્શનમાં 2 ‘પઠાણ’નો રોલ, એકની ધરપકડ અને બીજાની શોધ ચાલુ

અમદાવાદ :નાગરિકતા કાયદા (Citizenship Amendment Bill) ની વિરુદ્ધમાં ગુજરાત બંધના એલાન વચ્ચે ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બન્યા હતા. બપોર બાદ શાહઆલમ અને મિરઝાપુર જેવા વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. આ હિંસક પ્રદર્શનો મામલે સોશિયલ મીડિયામાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. શું આ વિરોધ પ્રદર્શન હતા કે કોઈ ષડયંત્ર હતું. સોશિયલ મીડિયા પર ફરતી થયેલી પોસ્ટ પણ પ્રદર્શનને હિંસક બનાવવામાં મોટો રોલ ભજવી ગઈ છે. ત્યારે પોલીસે સવારે 49 પ્રદર્શનકારીઓ અને કોંગ્રેસ કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ (Shehzad Khan Pathan) ની ધરપકડ કરી છે. શહેજાદ ખાન પઠાણ ઉપરાંત આ હિંસક તોફાનોમાં અન્ય એક પઠાણની ભૂમિકા પણ સામે આવી છે. અમદાવાદના ઉમરખાન પઠાણ (Umarkhan Pathan) સામે અમદાવાદ પોલીસ ગુનો નોંધશે. ત્યારે અમદાવાદમાં વકરેલી પરિસ્થિતિમાં આ બંને પઠાણોનુ શું કનેક્શન છે તે જાણીએ...

Video : છાપીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ જીપને રીતસરની ઢંઢોળી મૂકી, 3000ના ટોળા સામે ફરિયાદ

શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબા
ગઈકાલે અમદાવાદના શાહઆલમ, મિરઝાપુર જેવા વિસ્તારોમાં પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં આજે ઈસનપુર પોલીસે 5000ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં ઈસનપુર પીઆઈ જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. આખા દિવસના દેખાવોમાં કુલ 21 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ત્યારે હિંસક આંદોલનમાં કુલ 49 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. જેમા કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન  ઉર્ફે સની બાબા પઠાણની પણ ધરપકડ કરાઈ છે. શહેજાદ ખાન પઠાણ ઉર્ફે સની બાબા અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા છે. સની બાબા દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર છે. વર્ષ 2017માં સની બાબા પર 2 ગુના નોંધાયા છે. વર્ષ 2017માં કારંજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો.  બે ગુના બાદ વધુ એક રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો સની બાબા પર નોંધાયો હતો.

અમદાવાદમાં કાશ્મીર જેવી સ્થિતિ બાદ સોશિયલ મીડિયામાં Ahmedabad Police બની ‘હીરો’

ઉમરખાન પઠાણને પોલીસ શોધી રહી છે
અમદાવાદના શાહઆલમના હિંસક તોફાનોમાં ઉમરખાન પઠાણ નામની વ્યક્તિનું નામ સામે આવ્યું છે. અમદાવાદ પોલીસ ઉમરખાન પઠાણ સામે વધુ એક ગુનો નોંધાયો છે. ઉમરખાન પઠાણે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો. ઉમર ખાને પોલીસ સાથેના ઘર્ષણનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. ઉમરખાન પઠાણને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. વીડિયો જોયા જાણ્યા વગર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ કરનાર શખ્શ વિરુદ્ધ અમદાવાદ પોલીસ ગુનો દાખલ કરી શકે છે.

અમદાવાદ શાહઆલમ હિંસામાં 5000ના ટોળા સામે ફરિયાદ, 49 દેખાવકારોની ધરપકડ

ટોળામાંના અન્ય નવા 32 લોકોને શોધી કઢાયા
અમદાવાદના શાહઆલમમાં પોલીસ ઘર્ષણના મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમની ટીમ મદદમાં જોડાઈ છે. ઘટના સ્થળ પરના સીસીટીવી અને મીડિયા કવરેજના ફૂટેજ આધારે આરોપીઓની ઓળખ કરવાની પોલીસે શરૂઆત કરી છે. ઘર્ષણના સીસીટીવી ફૂટેજ મેળવી અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનને ફૂટેજ આપી આરોપીઓને શોધવા કામગીરી કરાશે. અમદાવાદની મોટાભાગની પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. ત્યારે ટોળામાંના અન્ય નવા 32 લોકોને શોધી કઢાયા છે. આજની નમાજ બાદ મોડી રાત સુધી અમદાવાદ શહેર પોલીસનું સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ જોવા મળ્યું છે. 

આઈપીસી કલમ 307, 337, 333, 143, 145, 147, 151, 153, 188, 120b, 34, તથા પબ્લિક પ્રોપટી ડેમેજ એકટ 3,7 તથા જીપી એક્ટ 135 મુજબ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી સહિત 32 આરોપી વિરુદ્ધ નામ જોગ વોન્ટેડ ઈશ્યુ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, તોફાની તત્વો પથ્થરમારો કરતા અટકાવવા પોલીસ દ્વારા 25 ટીયર ગેસસેલ છોડવામાં આવ્યા હતા. કુલ પાંચ પેજની એફઆઈઆર નોંધાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More