Home> Gujarat
Advertisement
Prev
Next

હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર

Ahmedabad News : કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં "ચાર બંગડી વાળી ગાડી" ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે, જાણો શું હતો આ વિવાદ અને કોણે કરી હતી આ ગીત સામે અરજી...

હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધી ગઈ છે. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે, તે હવેથી ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. સાથએ જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.  

કિંજલ દવેનાં ગીત 'ચાર બંગડી' વાળા ગીત વિવાદની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં "ચાર બંગડી વાળી ગાડી" ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. ત્યારે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે. ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે. આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો. 

આ પણ વાંચો : સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી

ઓસ્ટ્રેલિયાના સિંગરનો દાવો 
કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે, આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More