Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો, અકસ્માત સર્જ્યો હોવાનું બહાનું કરી લાખોની કરી લૂંટ

જોકે લૂંટારાઓ ન મળતા અંતે સમગ્ર ઘટનાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના CCTV ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ શખ્સો દેખાયા છે જેને પકડવા નવરંગપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ધોળે દિવસે વેપારી લૂંટાયો, અકસ્માત સર્જ્યો હોવાનું બહાનું કરી લાખોની કરી લૂંટ

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં ધીમેધીમે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં હાર્ડવેરના વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે તેવું કહીને બાઇક અને એક્ટિવાચાલકોએ કાર રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના બાદ વેપારીએ તેઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેપારીના હાથે લૂંટારુંઓ પકડાયા નહોતા. અંતે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ અમદાવાદના નિકોલમાં રહેતાં અને દરિયાપુર નજીક કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સી.જી રોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32.57 લાખનું પેમેન્ટ નીકળતું હતું, જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે 6.17 લાખ જેટલી રોકડ ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26.70 લાખ જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા. તે વખતે જ હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા બાઇક અને એક્ટિવાચાલકો દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એકટીવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો.

મોટો ઝટકો: હાર્દિક સહિત અન્ય પાટીદારો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની અરજી કોર્ટે ફગાવી

આ સમય દરમિયાન મોકોનો ફાયદો ઉઠાવીને લૂંટારુંઓ કારમાં રહેલી રોકડ રકમની બેગ લઈને ભાગ્યા હતા. બાદમાં વેપારીને ખબર પડતા તેમણે પીછો કર્યો હતો. પરંતુ હાથમાં સફળતા હાથ લાગી નહોતી. જોકે લૂંટારાઓ ન મળતા અંતે સમગ્ર ઘટનાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના CCTV ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ શખ્સો દેખાયા છે જેને પકડવા નવરંગપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પટેલના બીજેપી પ્રવેશના 'હાર્દિક' સંકેત, પિતાની પુણ્યતિથિએ હાર્દિક પટેલ કરશે રાજકીય શક્તિ પ્રદર્શન

મહત્વનું છે કે, પોલીસ CCTV ફુટેજમાં દેખાતા ગઠિયાઓ સ્થાનિક હોવાનું માની રહી છે અને આ પ્રકારની મોડેશ ઓપરેન્ડી ચોક્કસ સમાજણા લોકોની હોવાનું જણાવી રહ્યા છે. હાલ પોલીસે આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો કામે લગાડી છે. આ ઘટનામાં 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થઈ હોવાથી સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગે છે, ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે તે આગામી સમય બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More