Home> Gujarat
Advertisement
Prev
Next

અદભૂત, આ છે અમદાવાદની રથયાત્રાની અજબ-ગજબ વાતો: રથના રંગરોગાન વિશે શું છે મહત્વ?

આ રંગોનુ સોકંતિક અને મનોવૈજ્ઞાનિક મહત્વ છે. લાલરંગ  ધાર્મીકતા ધન-- સમૃદ્ધી અને શુભ-લાભનુ પ્રતિક છે..પીળો રંગ ભગવાન ને અતિ પ્રિય છે જ્ઞાન વિધા અને વિવેકનુ પ્રતિક છે. કાળો રંગ પૌરુષ અને બળ તો સફેદ રંગ પવિત્રતા સુધ્ધતા અને શાંતીનો સંદેશ આપે છે.

અદભૂત, આ છે અમદાવાદની રથયાત્રાની અજબ-ગજબ વાતો: રથના રંગરોગાન વિશે શું છે મહત્વ?

આશકા જાની/અમદાવાદ: અષાઢી બીજે જગન્નાથ શહેરની પરિક્રમાએ નીકળે છે. ભગવાન જે રથમા બેસીને શહેરની યાત્રાએ નીકળે છે તે રથ ચોક્કસ કલરના હોય છે. પ્રત્યેક રથની આગવી ઓળખ છે અને આગવું મહત્વ પણ છે. આગામી 1 જુલાઇએ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે ભકતોને દર્શન આપવા શહેરની પરિકર્મા કરશે. 

રથયાત્રાને થોડા દિવસ બાકી છે. ત્યારે ભગવાનના રથનુ રંગરોગાન કરાઇ રહ્યુ છે. કારીગરો ભગવાનના રથને મન દઇને રંગીન બનાવી રહ્યા છે. આ એ જ રથ છે જેની પર પ્રભુ બીરાજમાન થશે. ત્રણ ભગવાનના ત્રણ રથ છે અને ત્રણેય રથની આગવી ઓળખ છે. ભગવાન જગન્નાથના રથને નંદીધોષ બલરામના રથને તાલધ્વજ અને સુભદ્રાજીના રથને દેવદલન નામે ઓળખવામા આવે છે. ભગવાન જગન્નાથના રથને લાલ અને પીળા રંગથી બલરામજીના રથને લાલ અને લીલા તેમજ બહેન સુભદ્રાજીના રથને લાલ અને કાળારંગથી સજાવવામા આવે છે.

આ રંગોનુ સોકંતિક અને મનોવૈજ્ઞાનિક મહત્વ છે. લાલરંગ  ધાર્મીકતા ધન-- સમૃદ્ધી અને શુભ-લાભનુ પ્રતિક છે..પીળો રંગ ભગવાન ને અતિ પ્રિય છે જ્ઞાન વિધા અને વિવેકનુ પ્રતિક છે. કાળો રંગ પૌરુષ અને બળ તો સફેદ રંગ પવિત્રતા સુધ્ધતા અને શાંતીનો સંદેશ આપે છે.

ત્રણેય રથમા ચાર ઘોડા હોય છે. નંદીધોષ રથના ધોડાનુ નામ શંખ બલાહક શ્વેત અને હરિદ્વાસ છે. બલભદ્રજીના રથના ધોડાનુ નામ તીબ્ર.. ધોર..દીર્ધશ્ર્રમ અને સ્વર્ણામ છે. બહેન સુભ્રદ્રાજીના રથ દેવદલનના ઘોડાનું નામ રોચીકા...મોચીકા..ચીતા અને અપરાજિતા છે. ભગવાનના રથના સારથીનુ નામ દારુક છે. બલરામના રથના સારથીનુ નામ માતલી તો બહેનના રથના સારથી અર્જુન હોય છે.

સમય બદલાતા દરેક વસ્તુમા પરિવર્તન આવે છે. તેમ રથમાં પણ પરિવર્તન આવ્યુ છે. હાલના રથના સ્ટીયરીંગ હોવાથી તેને સરળતાથી વાળી શકાય છે. પહેલાના રથમા સ્ટીયરીંગની સુવિધા ન હતી. સ્ટીયરીંગ ન હતા ત્યારે બાર પૈડાના રથ હતા. પરંતુ જ્યારથી સ્ટીયરીંગ નાંખવાંમા આવ્યુ છે. ત્યારથી છ પૈડા કરાયા છે. પહેલા શહેરના માર્ગો નાના હોવાથી રથ પણ પ્રમાણમા નાના હતા. ગરમી હોય કે વરસતો વરસાદ જગતનાથને રથમા બીરાજમાન કરી નગરપરિક્રમા કરાવાય છે. આ વર્ષે 145મી રથયાત્રા યોજાશે.

ભગવાન જગન્નાથ  આવતા વર્ષે નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે, તેની તૈયારીઓ અત્યારથી આરંભી દેવામાં આવી છે. 146 મી રથયાત્રા માટે નવા રથ બનાવવામાં આવશે. જેના માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથ માટેનું લાકડું વલસાડના વગાઇથી ખરીદવામાં આવ્યું છે. સાગના લાકડાને અમદાવાદ લાવી દેવામાં આવ્યું છે. નવા રથ માટેની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જે નવા રથમાં સવાર થઈ નગર ચર્યએ નીકળશે. તે ત્રણેય નવા રથ અમદાવાદ જમાલપુર મંદિરના પરિસરમાં જ બનાવવામાં આવશે.  

નોંધનીય છે કે, પુરી અને અમદાવાદના કારીગરો દ્વ્રારા જ ભગવાન જગન્નાથનો નંદીઘોષ, બહેન સુભદ્રાનો રથ દેવદલ અને ભાઈ બલરામનો રથ તલધ્વજ અમદાવાદમાં જ બનાવવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં 5 થી 7 મહિનાનો સમય લાગે છે. તેમજ રથ પર લગાવામાં આવનારી તમામ પ્રતિમાઓ પણ બનાવવા આપી દેવામાં આવી છે. નવા રથમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સરળતાથી રથ ખેંચી શકાય જેથી સમય અને શક્તિ બચે. રથ એ પ્રકારના બનાવવામાં આવશે જેથી પરડું ઓછું તૂટે. રથની લંબાઈ અને પોહળાઈ એ રીતે નક્કી કરવામાં આવી છે. જે સરળતાથી રથયાત્રાના પરંપરાગત રૂટ પરથી પસાર થઈ શકે. ભક્તો સરળતાથી નગરયાત્રાએ નીકળેલા ભગવાનના દર્શન કરી શકે તે રીતે પેટન નક્કી કરવામાં આવશે. હાલ જે તો ઐતિહાસિક રથ છે જે અંદાજે 144 વર્ષ જુના છે. રથ બહુ જુના હોવાના કારણે જર્જરિત થઈ ગયા છે અને માટે હવે સમારકામ કરવામાં તકલીફ પડી રહી છે. માટે આ વર્ષે ભગવાન 3 જુના ઐતિહાસિક રથમાં જ બિરાજમાન થઈ આ વર્ષે નગર યાત્રાએ નીકળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More