Home> Gujarat
Advertisement
Prev
Next

ભગવાન જગન્નાથજીના કરો સોનાવેશ દર્શન, ત્રણેય રથની પૂજા કર્યા બાદ આરતી શરૂ

આજે રથયાત્રા પૂર્વ ત્રણેય રથની પૂજા બાદ સાંજે ભગવાનની મહાઆરતી કરાશે. આવતીકાલે ભગવાન જગન્નાથજી નજરચર્યાએ નીકળશે.

ભગવાન જગન્નાથજીના કરો સોનાવેશ દર્શન, ત્રણેય રથની પૂજા કર્યા બાદ આરતી શરૂ

આશ્કા જાની/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રાના આગલા દિવસે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. તો ઘરે બેઠા કરો ભગવાન જગન્નાથજીના સોનાવેશ દર્શન. મહત્વનું છે કે, ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. પીળા વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દેદીપ્યમાન લાગી રહ્યું છે. સોનાવેશના પ્રસંગે દરવર્ષે શ્રદ્ધાળુંઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે.

આજે રથયાત્રા પૂર્વ ત્રણેય રથની પૂજા કરવામાં આવી હતી. ત્રણેય રથોની પુજા કર્યા બાદ બાદ સાંજે ભગવાનની મહાઆરતી કરાશે. બપોરે રથનું પૂજન અને આરતી કરાઈ હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. હવે સાંજે વિશેષ પૂજા અને મહાઆરતી થશે. જેમાં નીમાબેન આચાર્ય મહાઆરતીમાં ભાગ લેશે. આવતીકાલે ભગવાન જગન્નાથજી નજરચર્યાએ નીકળશે.

આવતીકાલે અષાઢી બીજે અમદાવાદમાં 145મી જગન્નાથજી રથયાત્રા ધામધૂમ પૂર્વક નીકળશે. ત્યારે આજે મંદિરમાં ભગવાનને સોનાવેશથી સજાવવામાં આવ્યા છે. જગન્નાથજીના શ્રદ્ધાળુઓ સોનાવેશમાં દર્શન કરવા અધિરા બન્યા. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સોનાવેશ ધારણ કર્યા છે. ભગવાનને સોનાના આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા છે.

અમદાવાદ રથયાત્રા પહેલાં કરાયું ગજરાજનું પૂજન
જગન્નાથ ભગવાનની યાત્રાનું સુકાન ગજરાજને સોંપવામાં આવે છે. ગજરાજ જ રથયાત્રાનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે ગણપતિની પુજા કરીએ છીએ એટલે જ રથયાત્રાના એક દિવસ પહેલા પરંપરાગત રીતે ગજરાજની પુજા વિધિ કરાતી હોય છે. રથાયાત્રા નિમિત્તે ગજરાજને વિશેષ આભુષણોથી શણગારવામાં આવતા હોય છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ દર વર્ષની જેમ ગજરાજની પણ પૂજા કરવામાં આવી. આ પેહલાં ગજરાજના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બધુ બરાબર હોવાનું સામે આવ્યા બાદ ગજરાજને જગન્નાથ મંદિરે લાવવામાં આવ્યા. જ્યાં તેમની પૂજા કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More