Home> Gujarat
Advertisement
Prev
Next

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: હર્ષ સંઘવી અને પાટીલ પૂજા વિધિમાં જોડાયા, હવે ભંડારો યોજાશે

ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે નિકટ આવી ચૂકી છે. શુક્રવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર આવી ગયા છે.

જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: હર્ષ સંઘવી અને પાટીલ પૂજા વિધિમાં જોડાયા, હવે ભંડારો યોજાશે

આશ્કા જાની/અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં શરૂ થઈ ચૂક્યો છે. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ મંદિરે પહોંચીને વીધીમાં જોડાઈ ચૂક્યા છે. પહેલીવાર રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મંદિરના ઘૂંમટ પર ચઢીને ધ્વજારોહણ કર્યું છે. મંદિરમાં નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાન મામાના ઘરેથી નીજ મંદિર પરત ફર્યા છે. એટલે મામાના ઘરે ભગવાન જગન્નાથજીને આંખો આવી છે. જેણા કારણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે. નેત્રોત્સવ વિધિ સમયે સી.આર.પાટિલે ખાસ હાજરી આપી છે. નેત્રોત્સવ વિધિ બાદ હર્ષ સંઘવીના હાથે ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે અને હવે થોડીવારમાં મહાઆરતી કરવામાં આવશે.

સી આર પાટીલનું નિવેદન
રથયાત્રાને લઇ સી આર પાટીલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રથયાત્રાનું લોકોમાં અનેરો આકર્ષણ જોવા મળી રહ્યું છે. રથયાત્રાની તૈયારીઓ 2-3 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી. 13 કલાક ચાલતી આ યાત્રા અમદાવાદને ધબકતું રાખે છે. અનેક લોકો રથયાત્રામાં જોડાઈ તેમની બધા પુરી કરતા હોય છે. કોરોના સમયમાં બે વર્ષ બાદ રથયાત્રામા આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય તેની જાદબેસેલાક તૈયારીઓ કરી દેવાઈ છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જગન્નાથજી મંદિરમાં ધ્વજારોહણ કર્યું છે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદની જગન્નાથજી યાત્રા ખાસિયત સાથે નીકળે છે. જ્યારે ભગવાન દર્શન આપવા સ્વંયમ નીકળે છે ત્યારે આસ્થા અને વ્યવસ્થાની યાત્રા છે. લોકો આ દિવસે માનતા રાખતા હોય છે એ યાત્રા પછી પૂર્ણ કરતા હોય છે. રથયાત્રામાં બહારથી આવતા શ્રધ્ધાળું માટે દર્શન માટે વ્યવસ્થા મહેમાનની જેમ કરતા હોય છે. તમામ સંગઠન અને સમાજના આગેવાનોએ યાત્રા માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

હર્ષ સંઘવીએ રથયાત્રામાં સુરક્ષા પર વાત કરતા જણાવ્યું હતું કે, રથયાત્રામાં CCTV , ટેકનોલોજી, 2500 જેટલા બોડી ઓન કેમેરા, હેલિકોપ્ટરથી નિરીક્ષણ ખાસ આ યાત્રામાં રાખવામાં આવી છે. સોશિયલ પુલીસિંગ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે. રથયાત્રામાં સારી રીતે શ્રદ્ધાળું દર્શન કરી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ દળ લાગ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદની રથયાત્રા પ્રત્યે શહેરીજનોની આસ્થાનું સૌથી મોટું ઉદાહરણ છે. આસ્થા અને વ્યવસ્થાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ સમાજની મહિલા અને આગેવાનો સાથે 350 થી વધુ બેઠકો કરી છે. યાત્રાના ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન વ્યવસ્થા અને બંદોબસ્ત મેં મારી નજરે જોયો છે. લોકોમાં ઉત્સાહ પણ એટલો જ છે. હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસના અધિકારીઓને અભિનંદન આપ્યા. આજે ધ્વજારોહન કરવાનો મોકો પ્રથમ વખત મને મળ્યો છે. ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી કે સૌ નાગરિકોના સહયોગથી ગુજરાત આગળ વધે. ભાઈચારો બની રહે તેવી પ્રાર્થના કરી છે.

ભક્તો આતુરતાથી ભગવાન જગન્નાથની રથયાત્રાની રાહ જોઈને બેસ્યા હતા, તે ઘડી હવે નિકટ આવી ચૂકી છે. શુક્રવારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર આવી ગયા છે. તેમની મંદિરમાં પુન સ્થાપના કરવામાં આવી છે. આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. જેમાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના યજમાનો ભગવાનની નેત્રોત્સવની વિધિમાં જોડાયા છે. ત્યારબાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ મહાઆરતી કરાશે. 

નેત્રોત્સવની વિધિ સવારથી શરૂ કરવામાં આવે છે. આ વિધિમાં યજમાનો ઉપરાંત ભક્તો સહિત અનેક નેતાઓ આ પૂજામાં ભાગ લે છે. હાલ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા છે. બીજી બાજુ નેત્રોત્સવ વિધિને પગલે જમાલપુરના જગન્નાથ મંદિર ખાતે પોલીસનો કાફલા ઉતારવામાં આવ્યો છે. સાથે જ મંદિરમાં આવી રહેલા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંદિર પરિસરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને બાદમાં ત્યાંથી પરત ફરે છે. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.

પોલીસ કમિશનરે લીધો પ્રજાલક્ષી નિર્ણય, ગ્રાન્ડ રિહર્સલના બદલે મીની રિહર્સલ
રથયાત્રાને લઈને શહેર પોલીસેનું આજે ગ્રાન્ડ રિહર્સલનું યોજાવાનું હતું. પરંતુ એકાએક શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી લીધો છે. સવારે 8 વાગ્યે ગ્રાન્ડ રિહર્સલના બદલે મીની રિહર્સલ કરવામાં આવશે. જગન્નાથ મંદિરથી શહેર પોલીસની અધ્યક્ષતામાં રૂટ પર રિહર્સલ કરાશે. બંદોબસ્તમાં રહેલા લોકોનું રીપોર્ટીંગ અને નોકરીની વહેંચણી પણ પૂર્ણ થઈ ગઈ છે. બંદોબસ્તમાં રહેનાર લોકોને વિસ્તારથી વાકેફ પણ કરી દેવાયા છે. જે પોઇન્ટ આપવામાં આવ્યા છે તે ફરજના સ્થળે રિપોર્ટિંગ પણ થઈ ચૂક્યું છે. ગ્રાન્ડ રિહર્સલમાં જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઇ કક્ષાના અધિકારીઓ રિહર્સલમાં હાજર રહેશે. બીજી બાજુ સંવેદનશીલ વિસ્તારમાં ખાસ વધુ માત્રામાં સીસીટીવી લગાવાયા છે.

ભગવાન જગ્નાથજીની 145ની રથયાત્રા પહેલા શહેર પોલીસ કમિશનરે પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. આજે સવારે થનાર ગ્રાન્ડ રિહર્સલના બદલે મીની રિહર્સલ યોજાયું છે. જેમાં માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ રૂટની સમીક્ષા કરી. શહેર પોલીસ કમિશનર, 03 એડિશન સી.પી સહિતના ઉચ્ચ અધિકારીઓ રથયાત્રાના રૂટની સમીક્ષા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More