Home> Gujarat
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયોમાં ફેક વીડિયો શેર કરવા બદલ અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો

આમદાવાદ પોલીસે(Ahmedabad Police) આ વીડિયોના ફોટા ઉપર 'FAKE' સિમ્બોલ લગાવીને લખ્યું છે કે, 'આ વીડિયો લખનઉનો છે, અમદાવાદનો નહીં. મહેરબાની કરીને ફેક વીડિયો(Fake Video) સોશિયલ મીડિયા(Social Media) પર શેર કરવા નહીં.'

સોશિયલ મીડિયોમાં ફેક વીડિયો શેર કરવા બદલ અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો

મૌલિક ધામેચા/ અમદાવાદઃ અમદાવાદના(Ahmedabad) શાહ આલમ (Shah Aalam) વિસ્તારમાં CAAના વિરોધ બાદ પોલીસ પર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા પહેલા સોશિયલ મીડિયામાં(Social Media) કેટલાક શખ્સોએ પોલીસ લાઠીચાર્જ કરતી હોય તે પ્રકારનો વીડિયો(Video) લોકોને ઉશ્કેરવા માટે શેર કર્યો હતો. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ ફેક વીડિયો(Fake Video) શેર કરવા બાબતે ઉમરખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 

ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલે આ અંગે જણાવ્યું કે, 'ઉમરખાન પઠાણ નામના યુવકે પોતાના ફેસબુક પર આ વીડિયો શાહેઆલમનો હોવાનું જણાવીને પોસ્ટ કર્યો હતો. આથી, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વીડિયો વાયરલ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ પેદા કરવાનો તેમના પર આરોપ લગાવાયો છે. ઉમરખાન પઠાણ અલ્પસંખ્ય સંગઠનનો સોક્રેટરી છે.'

અમદાવાદ પોલીસે(Ahmedabad) પોતાના ટ્વીટર(Twitter) હેન્ડલ પર વાયરલ થયેલા ફેક વીડિયોનો(Fake Video) ફોટા શેર કર્યો છે. સાથે જ અમદાવાદ પોલીસે(Ahmedabad Police) શહેરીજનોને અપીલ(Appeal) કરતાં લખ્યું છે કે, "આ ફેક વીડિયોને(Fake Video) સોશિયલ મીડિયામાં(Social Media) શેર કરવામાં આવી રહ્યો છે. તપાસ વિના ફેક વીડિયો અથવા ફોટો ફોરવર્ડ/શેર(Forward/Share) કરવા નહીં. અમે સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છીએ. જે આ ફેક વીડિયો/ફોટો શેર કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે." 

ગુજરાતમાં 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાની ખોટી અફવા ફેલાઈ, અનેક શહેરોમાં 144ની કલમ લાગુ

આમદાવાદ પોલીસે આ વીડિયોના ફોટા ઉપર 'FAKE' સિમ્બોલ લગાવીને લખ્યું છે કે, 'આ વીડિયો લખનઉનો છે, અમદાવાદનો નહીં. મહેરબાની કરીને ફેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા નહીં.'

ઉલ્લેખનીય છે કે, અફરાતફરીનો માહોલ વચ્ચે કેટલાક શખશો માહોલ ઉશ્કેરવા માટે આ પ્રકારના ખોટા વિડીયો વાયરલ કરી પોતાના ઇરાદાઓ પાર પાડતા હોય છે. જેના કારણે લોકો ઉશ્કેરાઈ જઈને ટોળાં સ્વરૂપે હિંસા પર ઉતરી આવતા હોય છે. 

અમદાવાદ બાદ હવે વડોદરામાં CAA નો વિરોધ, સંવેદનશીલ હાથીખાનામાં પોલીસની ગાડી પર પત્થરમારો

રાજકોટ અને સુરતમાં કલમ-144 લાગુ
લોકની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત અને રાજકોટમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ, રાજકોટમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા નહિ થવા કલમ 144ની કલમ લગાવાઈ છે. તો સભા સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, સુરત શહેરમાં પણ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સુરતમાં કલમ 144 લાગુ કરતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. 

અમદાવાદમાં કાશ્મીર જેવી સ્થિતિ બાદ સોશિયલ મીડિયામાં Ahmedabad Police બની ‘હીરો’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More