Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad Police: 31મીએ સાચવજો નહીં તો નવા વર્ષની સવાર પોલીસ સ્ટેશનમાં પડશે, કરી છે આ તૈયારીઓ

દારૂડીયાઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરની જેમ આ વખતે ડ્રગ્સના નશા કરતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કિટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Ahmedabad Police: 31મીએ સાચવજો નહીં તો નવા વર્ષની સવાર પોલીસ સ્ટેશનમાં પડશે, કરી છે આ તૈયારીઓ

અમદાવાદ: 31 ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ પણ તૈયાર થઈ ગઈ છે. આ દિવસની રાતે યોજાતી કેટલીક પાર્ટીઓમાં દારૂની રેલમછેલ થતી હોય છે. અડધી રાત સુધી લોકો ડાન્સ પાર્ટીમાં એન્જોય કરી છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. હવે આ વર્ષે પોલીસ પણ એક્ટિવ થઈ છે. ભૂલથી પણ ડ્રગ્સ કે દારૂ પીને નીકળ્યા તો નવા વર્ષની સવાર પોલીસ સ્ટેશનમાં નીકળવાની સાથે પોલીસ ડાયરીમાં તમારા નામની નોંધ થઈ શકે છે.  પોલીસે આ રાત માટે સ્પેશ્યલ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 

અમદાવાદ શહેરની ફરતે આવેલા ફાર્મ હાઉસો પર પોલીસ વોચ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તી સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દેવાયા છે. દારૂડીયાઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરની જેમ આ વખતે ડ્રગ્સના નશા કરતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કિટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આનંદો! GPSCએ જાહેર કર્યું કેલેન્ડર

આ પણ વાંચો: Tunisha Sharma: આજે અભિનેત્રીનો અંતિમ સંસ્કાર, તુનિષા કેસમાં 17 લોકોના નિવેદન લેવાયા

આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર

31 ડિસેમ્બરની રાત્રે ન્યુ યરની ઉજવણીને લઈને પોલીસે ૧૪ હજાર પોલીસ જવાનો, 4 હજાર હોમગાર્ડ જવાનો અને એસઆરપીની 15 કંપની થઈ 18 હજારથી વધુ પોલીસ જવાનો બદોબસ્તમાં ખડેપગે રહેશે. આટલું ઓછું હોય તેમ આ સિવાય સીસીટીવી સર્વેલન્સ વેન, બોડી ઓન કેમેરાથી સજજ પોલીસ કમીઓ, 300થી વધુ બ્રેથ એનેલાઈઝર કિટ, ડ્રગ્સ ટેસ્ટીંગ કિટોથી સજજ રહેલા પોલીસ કર્મચારીઓ નજર રાખશે. 

પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરની રાત્રે 11.55 થી 12.30 સુધી ઉજવણી અને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. ભૂલથી પણ આ રાતે કોઈ પણ ભૂલ કરી તો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ જશો.

આ પણ વાંચો: દર 10માંથી 7 બાળકોને હોય છે આંખોની તકલીફ, શું છે કારણો? જાણો શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચો: રોબોટિક એન્જિનિયરિંગ શું છે? જાણો આ અદભુત ફિલ્ડમાં કારકિર્દી બનાવવાના ફાયદા

આ પણ વાંચો: આ વાસણોમાં ભોજન રાંધવાથી અન્ન બની જાય છે અમૃત, આર્યુવેદમાં છે ઉલ્લેખ

યુવતીઓની છેડતી, મોબાઈલની તફડંચી અને ચિલઝડપ સહિતના બનાવો રોકવા માટે પોલીસની સી ટીમ સહિતના જવાનો ખાનગી ડ્રેસમાં જૂદા જૂદા વિસ્તારોમાં વોચ રાખશે. ખાસ કરી એસજી હાઈવે, એસપી રિંગ રોડ આસપાસના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ શહેરના એસ.જી.હાઈવે, સી.જી.રોડ અને સિંધુભવન રોડ પર પોલીસનો ચાંપતો બદોબસ્ત રાખવાનું આયોજન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. 

ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરી દારૂની મહેફીલો થતી હોય તેવા પોકેટ પર ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો ગોઠવાયેલા રહેશે. આ સિવાય ટ્રાફિકના આયોજન માટે પણ પોલીસની ટીમ શહેરના અગત્યના પોઈન્ટ પર હાજર રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More