Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓને છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્મેટ નહિ પહેરવાનો થયો કરોડોનો દંડ, જાણો આંકડો

અમદાવાદમાં પણ ગુજરાતીઓ પોતાની મોજમાં વાહન ચલાવી રહ્યો હોય છે. શહેર ટ્રાફીક પોલીસ દ્વારા અનેક પ્રકાની ટ્રાફીક ડ્રાઇવ ચલાવીને જનતાને ટ્રાફીકના નિયમોનું ભાન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદીઓને છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્મેટ નહિ પહેરવાનો થયો કરોડોનો દંડ, જાણો આંકડો

અમદાવાદ: ગુજરાતીઓને ટ્રાફીકના નિયમો સાથે 36નો આંકડો છે, અમદાવાદમાં પણ ગુજરાતીઓ પોતાની મોજમાં વાહન ચલાવી રહ્યો હોય છે. શહેર ટ્રાફીક પોલીસ દ્વારા અનેક પ્રકાની ટ્રાફીક ડ્રાઇવ ચલાવીને જનતાને ટ્રાફીકના નિયમોનું ભાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન નહિ કરવાના કેસમાં અમદાવાદીઓ દ્વારા આશરે છેલ્લા 11 દિવસોમાં 1 કરોડ કરતા પણ વધારે દંડ ભરવામાં આવ્યો છે. 

પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઇવમાં કરોડોની કમાણી 
અમદાવાદ પોલીસ દ્વારા 18-29 નવેમ્બર સુધી હેલ્મેટ નહિં પહેરનારા વાહન ચાલકો સામે ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ડ્રાઇવમાં આશરે 1 લાખ વાહન ચાલકો પાસેથી આશરે 1 કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે 6.51 લાખ રૂપિયા દંડ વસૂલાયો છે. સૌથી વધુ દંડ 20 નવેમ્બરે વસૂલવામાં આવ્યો હતો. આ દિવસે સૌથી વધારે 15,319 કેસ નોધાયા હતા.

વધુમાં વાંચો...સાઉદી અરેબિયામાં ભરૂચ સહિત દેશના 200 યુવાન ફસાયા, PM પાસે માંગી મદદ

લોકો પાસે હેલ્મેટ નહિં પહેરવાના અનેક બહાના 
ટ્રાફિકના નિયમોને અનુલક્ષીને પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઇવમાં પોલીસને વાહન ચાલકો દ્વારા અનેક બહાના આપવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં લોકો દ્વારા આપવામાં આવેલા બહાનાઓમાં સૌથી વધારે ક્લૉસ્ટ્રોફોબિયાની બિમારી જણાવી રહ્યા છે. ત્યારે ધણાં વાહન ચાલકો હેલમેટ સાથે રાખે છે પરંતુ પહેરતા નથી વાહનની ડેકીમાં રાખી મુકે છે. 

મોટાભાગના લોકોનું માનવું હેલ્મેટ પહેરવાથી હેરસ્ટાઇલ ખરાબ થશે
ટ્રાફિક (વેસ્ટ) DCP સંજય ખારટે કહ્યું કે, 2018માં નવેમ્બરના મધ્યભાગ સુધીમાં જીવલેણ અકસ્માતના 265 કેસ નોંધાયા છે. જેમાંથી 60 ટકા કેસમાં ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું. કાયદાનું પાલન કરાવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર કે. ડી. નકુમે કહ્યું કે, ઘણા લોકો ખાસ કરીને યંગસ્ટર્સ હેલ્મેટ ગ્લવ બોક્સ અથવા સાઈડ મિરર પર ભરાવે છે કારણકે તેમનું માનવું છે કે હેલ્મેટ પહેરવાથી તેમની હેરસ્ટાઈલ ખરાબ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More