Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: રાજકોટ પાસિંગની કારમાં રાજસ્થાનથી લવાતા દારૂનો PCB એ ફિલ્મી ઢબે પીછો કર્યો

સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શક્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે રાજકોટ પાસિંગની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને અટકાવી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.

અમદાવાદ: રાજકોટ પાસિંગની કારમાં રાજસ્થાનથી લવાતા દારૂનો PCB એ ફિલ્મી ઢબે પીછો કર્યો

અમદાવાદ : સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શક્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે રાજકોટ પાસિંગની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને તેને અટકાવી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો, પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.

લોકોને મારી પાસે ન આવવું પડે તે રીતે શહેર પોલીસ કામ કરશે: અમદાવાદ પોલીસ કમિશ્નર

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ પાસિંગની (GJ 03 JC 0003) કારમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે દહેગામ રિંગરોડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળીકાર આવતા ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગાડી ચાલકે ગાડી અટકાવી નહોતી. પીસીબીની ટીમે ગાડીનો પીછો કરીને ઝડપી લીધી હતી. જો કે કાર ચાલક ભાગી ગયો હતો. 

સુરત: 22માં પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે વિધિવત્ત રીતે સંભાળ્યો ચાર્જ

અશોક ઉર્ફે ઘનઘન મોર્ય (રહે. સરદારનગર)ને ઝડપી લીધો હતો. કારમાંથી 1344 નંગ દારૂનાં ક્વાર્ટર રૂ. 1.54 લાખનો 240 બિયરની બોટલ મળી આવી હતી. રાજસ્થાનમાં ભરત ઉર્ફે લંગડો ડાંગી, શકાજી, શૈલેષ જૈન, માનસિંગ મીણા પાસેથી દારૂનો જથ્થો લાવી અને સરદારનગર ફ્રી કોલોનીમાં રહેતા સુધીર તમંચેએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ સહિત 6.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More