Home> Gujarat
Advertisement
Prev
Next

પત્ની શરીરસુખ આપતી ન હોવાથી પતિએ બીજે લફરુ કર્યું, માંડ માંડ તૂટતા બચ્યું 18 વર્ષનું લગ્નજીવન

સોશિયલ મીડિયાના બદલાતા ટ્રેન્ડમાં હવે અનેક લોકોના લગ્ન જીવન ભંગાણના આરે આવી રહ્યાં છે. દંપતી વચ્ચેના ચાર દિવાલો વચ્ચેના ઝઘડા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચવા લાગ્યા છે. જોકે, કેટલાક કિસ્સામાં કાઉન્સેલિંગ દ્વારા લગ્ન જીવન (realtionship) ફરીથી પાટા પર આવે છે. આવા જ કિસ્સા અભયમ (Abhyam) હેલ્પલાઈનની ટીમ પાસે આવતા હોય છે. ત્યારે અમદાવાદના એક દંપતીના 18 વર્ષના લગ્નજીવનને ભંગાણ થતા અભયમની ટીમને બચાવ્યું છે. 

પત્ની શરીરસુખ આપતી ન હોવાથી પતિએ બીજે લફરુ કર્યું, માંડ માંડ તૂટતા બચ્યું 18 વર્ષનું લગ્નજીવન

ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયાના બદલાતા ટ્રેન્ડમાં હવે અનેક લોકોના લગ્ન જીવન ભંગાણના આરે આવી રહ્યાં છે. દંપતી વચ્ચેના ચાર દિવાલો વચ્ચેના ઝઘડા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચવા લાગ્યા છે. જોકે, કેટલાક કિસ્સામાં કાઉન્સેલિંગ દ્વારા લગ્ન જીવન (realtionship) ફરીથી પાટા પર આવે છે. આવા જ કિસ્સા અભયમ (Abhyam) હેલ્પલાઈનની ટીમ પાસે આવતા હોય છે. ત્યારે અમદાવાદના એક દંપતીના 18 વર્ષના લગ્નજીવનને ભંગાણ થતા અભયમની ટીમને બચાવ્યું છે. 

18 વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ અભયમની ટીમને એક મહિલાએ ફોન કરીને કહ્યુ હતું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને એને કારણે લગ્નજીવન તૂટવાને આરે છે. મારું 18 વર્ષનું લગ્ન જીવન તૂટવાના આરે આવી ગયુ છે અને અમને એક 10 વર્ષની દીકરી પણ છે. મહિલાએ અભયમની ટીમ પાસે મદદ માટે પહોંચી હતી. ત્યારે અભયમની ટીમ મહિલાના ઘરે મદદ માટે પહોંચી હતી. 

આ પણ વાંચો : અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન, હવે કહ્યું-કોઈ કોંગ્રેસીને ભાજપમાં લેવામાં નહિ આવે

દીકરીએ પિતાને વીડિયો કોલ પર રંગેહાથ ઝડપી 
મહિલાએ ટીમને જણાવ્યું કે, તેના પતિના કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે. તેથી તે મને રોજ મારે છે. દીકરીને પણ ધમકાવે છે. મારી દીકરીએ તેના પિતાને વીડિયો કોલ પર વાત કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. મારા પતિના ફોન દ્વારા મને તેમના અન્ય સંબંધ વિશેની જાણ થઈ હતી. આ વિશે મેં તેમણે પૂછતા તેમણે મોબાઈલ તોડી નાંખ્યો હતો. મોબાઈલમાંથી માહિતી ન મળે એટલે ફોન તોડ્યો હતો. જેથી અમારા વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેનો ઝઘડો વધી જતા આજુબાજુના લોકો ભેગા થયા હતા. જેથી પાડોશીઓ પણ મહિલાની મદદે આવ્યા હતા. પાડોશીઓએ મહિલાને અભયમની મદદ લેવાની સલાહ આપી હતી. 

આ પણ વાંચો : વડોદરા ગેંગરેપ કેસમાં હવે ખૂલશે મોટા ભેદ, યુવતીની ડાયરીમાંથી ગુમ થયેલુ છેલ્લુ પાનુ પોલીસને મળ્યું

પતિનો ખુલાસો 
જોકે, મહિલાની વાત સાંભળ્યા બાદ અભયમની ટીમે તેના પતિ પાસે સાથે વાત કરી હતી. જેણે કહ્યું હતું કે,  તેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી. પત્ની આખો દિવસ દીકરીની પાછળ જ વ્યસ્ત રહે છે. તેથી શરીરસુખ મેળવવા અન્ય મહિલા સાથે અફેર કર્યું છે અને તે અવારનવાર તેના ઘરે જાય છે.

પતિની આ વાત સાંભળીને પત્ની રડી પડી હતી. જોકે, તેણે છૂટાછેડા લેવાની જીદ કરી હતી. પરંતુ અભયમની ટીમે તેને સમજાવી હતી. તેમજ પતિ પાસેથી લેખિતમાં લખાવડાવ્યુ હતું કે, તે અન્ય સ્ત્રી સાથે સંબંધ નહિ રાખે. પતિના ખુલાસા બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો અને મહિલા તેના પતિ સાથે રહેવા સહમત થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More