Home> Gujarat
Advertisement
Prev
Next

કળીયુગ આયો કળીયુગ! માતાએ ડીશ ધોવા બાબતે લાફો માર્યો તો દીકરી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી!

daughter file case against mother : અમદાવાદમાં એક સગીર દીકરીએ પોતાની જ માતા સામે ફરિયાદ દાખલ કરી... રસોડામાં વાસણ બાબતે થયેલો ઝગડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો 

કળીયુગ આયો કળીયુગ! માતાએ ડીશ ધોવા બાબતે લાફો માર્યો તો દીકરી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી!
Updated: Oct 03, 2023, 10:22 AM IST

Ahmedabad News : આપણી સંસ્કૃતિમાં માતાપિતાની પૂજા ભગવાનની જેમ કરાય છે. અનેક સંતાનો માતાપિતાની સેવા કરતા થાકતા નથી. પરંતું હવે કળીયુગ આવ્યો છે તેવુ લાગે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ અને મોબાઈલનું વળગણ યંગસ્ટર્સ પર એટલી હદે હાવી થઈ ગયું છે કે, તેઓ માતાપિતાને પોતાના દુશ્મન માની રહ્યાં છે. અમદાવાદમાં એક સગીર દીકરીને તેની માતાએ ડિશ ધોવા જેવી સામાન્ય બાબત પર ઠપકો આપતા અને લાફો ઝીંકી દેતા સગીર દીકરીએ માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમા કેસ કરી દીધો. 

અમદાવાદનો એક કિસ્સો બહુ જ ચર્ચામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં 17 વર્ષની સગીર દીકરી છે. સોમવારે બપોરે તેની માતા કિચનમાં વાસણ ધોવાનું કામ કરી રહી હતી, ત્યાે તેમણ પોતાની દીકરી પાસેથી એક ડિશ ધોવા માટે માંગી હતી. આથી દીકરી ગુસ્સે ભરાઈ હતી. તેણે જવાબ આપ્યો કે, હાલ હું ચા પીવું છું, તો તુ જાતે લઈ લે. આ બાદ માતાએ તેને કહ્યું કે, બેટા મારે વાસણ ધોવાઈ ગયા છે, તો તુ મને એક ડિશ આપે તો મારું કામ પતી જાય.

પાણીપુરા ખાનારા ચેતી જજો, કિશોરીને પાણીપુરી ખાધા બાદ થયો પેટમાં દુખાવો, ના બચ્યો જીવ

આ સાંભળીને સગીર દીકરી ગુસ્સે ભરાઈ હતી. તેણે આક્રોશમાં આવીને માતાને જવાબ આપ્યો કે, તારે ડિશ લેવી હોય તો લઈ લે, નહિ તો રાહ જો. આ બાદ માતાએ તેને ઠપકો આપ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલ થતા માતાએ સગીર દીકરીને લાફો માર્યો હતો. જોકે, આ વાતનું ઉલટુ પરિણામ આવ્યુ હતુ.,

ગુસ્સે ભરાયેલી સગીર દીકરી સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. 17 વર્ષીય સગીર દીકરીએ પોતાની માતા સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. 

ઉલ્લેખનીય છે કે, માતાએ માર મારતા સંતાને ફરિયાદ દાખલ કરી હોય તેવો અમદાવાદનો આ પ્રથમ કિસ્સો છે. પરંતું હાલ આ કિસ્સો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.  

વાવાઝોડાની નહિ ગુજરાતીઓને નવરાત્રિની છે ચિંતા, નોરતાના આટલા દિવસ બગાડશે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે