Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જાય તેવા સમાચાર, અમદાવાદને મળ્યુ વધુ એક બિરુદ

ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જાય તેવા સમાચાર વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનો ડંકો આખા વિશ્વમાં વાગે છે. ગુજરાતના દરેક શહેરોની અલગ ખાસિયત છે અને એક અલગ અંદાજ છે. આવામાં અમદાવાદની યશકલગીમાં વધારો થયો છે. અમદાવાદને વિશ્વનું સાતમું સૌથી સસ્તા શહેર (cheapest city) નું બિરુદ મળ્યુ છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ (Worldwide cost of living survey) રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. 

ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જાય તેવા સમાચાર, અમદાવાદને મળ્યુ વધુ એક બિરુદ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓની છાતી ગદગદ ફૂલી જાય તેવા સમાચાર વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનો ડંકો આખા વિશ્વમાં વાગે છે. ગુજરાતના દરેક શહેરોની અલગ ખાસિયત છે અને એક અલગ અંદાજ છે. આવામાં અમદાવાદની યશકલગીમાં વધારો થયો છે. અમદાવાદને વિશ્વનું સાતમું સૌથી સસ્તા શહેર (cheapest city) નું બિરુદ મળ્યુ છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ (Worldwide cost of living survey) રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. 

આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તો રિપોર્ટમાં ઈઝરાયેલનું તેલ અવિવ દુનિયાનું સૌથી મોટું શહેર જાહેર થયુ છે. પ્રથમ પાંચમાં સૌથી મોંઘા શહેરમાં સ્થાન પામનાર પેરિસ અને સિંગાપુર જેવા અન્ય મોંઘા શહેરોને પાછળ છોડી દીધુ છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં હવે કાશ્મીર જેવી ઠંડી પડશે, દરેક શહેરમાં પારો ગગડ્યો

અમદાવાદની પહેલીવાર પસંદગી
રસપ્રદ વાત એ છે કે, આ લિસ્ટમાં પહેલીવાર અમદાવાદ શહેરની પસંદગી થઈ છે. તેમાં પણ 173 દેશોમાં ભારતમાંથી એકમાત્ર અમદાવાદને જ સ્થાન મળ્યુ છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. તો સૌથી સસ્તા શહેરમાં અમદાવાદને સાતમો રેન્ક મળ્ય છે. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. સૌથી સસ્તા શહેરોના લિસ્ટમાં પાકિસ્તાનનુ કરાંચી શહેર પણ આવે છે. પરંતુ તે લિસ્ટમાં અમદાવાદ કરતા પણ પાછળ છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. 

ઈકોનોમિક્સ ઈન્ટેલિજન્ટ્સ યુનિટે બુધવારે પોતાના રિપોર્ટમાં જીવનધોરણ અને પરિવહનમાં થતા ખર્ચમાં વૃદ્ધિ તરફ ઈશારો કર્યો છે. આ રિોપર્ટમાં હજી ઘરની કિંમત સામેલ નથી. તેલ અવિવના સૌથી મોંઘા હોવાનું કારણ તેનું ઈઝરાયેલનું આર્થિક કેન્દ્ર હોવુ પણ છે. ઉંચા પગારવાળી ટેકનિકલ નોકરીઓ માટે વિશ્વભરની પ્રતિભાઓને તે આકર્ષિત કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More