Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેટ મોંનટરિંગ સેલના દરોડા, અ'વાદમાં ચાર જાણીતા પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા

સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સ્ટેટ મોંનટરિંગ સેલના દરોડા, અ'વાદમાં ચાર જાણીતા પોલીસકર્મીઓ જુગાર રમતા ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાબરમતી ડી કેબીન વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા PSI, ASI, હેડકોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારી ઝડપાયા હતા.

સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે. 

સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક પીએસઆઇ ખેડાનો અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચનો હોવાની વાત સામે આવી રહી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More