Home> Gujarat
Advertisement
Prev
Next

AAP નેતા ઈશુદાને કહ્યું- 'મેં જિંદગીમાં દારૂ નથી પીધો, હું હનુમાન નથી, કે છાતી ચીરીને બતાવું, મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરો'

આજે રાજ્યમાં AAP પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી પર મૂકાયેલા આરોપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સમગ્ર લીગલ ટીમ અને આપના નેતાઓ સાથે હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું છે.

AAP નેતા ઈશુદાને કહ્યું- 'મેં જિંદગીમાં દારૂ નથી પીધો, હું હનુમાન નથી, કે છાતી ચીરીને બતાવું, મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરો'

ઝી બ્યુરો/અમદાવાદ: આજે રાજ્યમાં AAP પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી પર મૂકાયેલા આરોપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સમગ્ર લીગલ ટીમ અને આપના નેતાઓ સાથે હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું છે.

ઈશુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે 13મા દિવસ જેલવાસ બાદ પરત ફર્યા પછી મને મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે તમારો લિંકર રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, ત્યારે હું નિષ્ઠાથી કવ છું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. અને છતાંયે જ્યારે મને તે દિવસે કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાવ છો, ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમારો લિંકર ટેસ્ટ કરાવવાનો છે? ત્યારે મેં માંગણી કરી હતી કે પ્રાઈવેટમાં ટેસ્ટ કરાવીએ. ત્યારે પોલીસે મને જણાવ્યું કે તમે ચિંતા ન કરો. મેં કીધું કંઈ વાંધો નહીં. મને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં બ્લડ લેવામાં આવ્યું,  ડોક્ટરે ચેકઅપ કર્યું, મારી આંખો જોઈ, વાસ ચેક કરી પરંતુ ક્યાય આવી નહોતી. સ્વાભાવિક છે કે ત્યારબાદ મને લોકઅપમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ સાંજે મેં રિપોર્ટ માંગ્યો તો તેમણે જણાવ્યું કે રિપોર્ટ તો 48 કલાક પછી આવશે. પછી મને મશીનથી ફૂંક મરાવી ચેક કર્યું. ત્યારબાદ મને જણાવ્યું તો પોલીસે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો રિપોર્ટ નેગેટીવ છે.

ઈશુદાને ભાર મૂકીને જણાવ્યું હતું કે મે જીંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. જ્યારે વાત હતી ભીડમાં ધક્કાભૂક્કીની તો.. મેં જેલમાંથી છૂટ્યા બાદ વીડિયો જોયો છે. જ્યારે મને DySP સાહેબ લઈને જાય છે, ત્યારે તેમને મને સવાલ કરતા મેં પાર્ટીના સિમ્બોલિક વિરોધ હોવાના કારણે હું અહીં ઉપસ્થિત હતો તેવું જણાવ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલના બંગલે ભાજપના નેતાઓ વિરોધ કરવા ગયા છે, વિરોધ કરવો તો વિરોધ પક્ષનું કામ છે. હવે સવાલ લિંકર રિપોર્ટની વાત કરીએ તો ભવિષ્યમાં અનેક કેસ કરવામાં આવ્યા છે, પરંતુ એક નિયમ છે કે ડિટેઈન કરીને છોડી દેવામાં આવે છે. 

અમે વિપક્ષની ભૂમિકામાં હોય ત્યારે સ્વાભાવિક પણે મારા પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ મારે જનતાને જણાવવાનું છે કે અમે આવા આરોપો માટે  મનથી તૈયાર છીએ. ભાજપ હંમેશાં આવી નિમ્નકક્ષાની રાજનીતિ કરે છે. બેન દીકરીને 20 ફૂટ દૂર હોય તો માણસ કંઈ રીતે છેડતી કરે. છતાં ભાજપે અમારા પર આવા આક્ષેપ કર્યા. દારૂ પીધેલા હોવાના આક્ષેપમાં મેં કદી જિંદગીમાં દારૂ નથી પીધો હોવાનું કવ છું. તમે મારા વિશે કોઈને પણ પુછો ત્યારે જવાબ એક જ હશે કે ઈશુદાનભાઈ ક્યારેય દારૂ ન પીવે. તેમ છતાં આક્ષેપ કરવો અને આક્ષેપને ફરિયાદમાં કન્વર્ટ કરવું અને પાછળથી ફરી લિંકર રિપોર્ટ પોઝિટીવ લાવીને મારી પ્રતિષ્ઠામાં હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

હવે તમે વિચાર કરજો કે રિપોર્ટ 48 કલાકમાં આવી જાય. ન આવે.. પાછળથી હું જેલમાંથી છૂટ્યા પછી રિપોર્ટ પોઝિટીવ છે. ત્યારે મારી માંગણી છે કે આજે મારો જે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે શંકાપૂર્ણ રિપોર્ટ છે. તેવું હું પર્સનલી માનું છું. મેં જિંદગીમાં દારૂ પીધો નથી. અને હું તે વાત પર કાયમ છું. હવે જ્યારે વાત છે આલ્કોહોલ મળી આવવાની તો રાજકીય દબાણના કારણે રિપોર્ટ બદલાની સંભાવના હોઈ શકે છે. રિપોર્ટમાં ફેરફાર અને છેડછાડ કરાવવાની પુરેપુરી સંભાવના છે. આજે બે દિવસ બાદ મેં નક્કી કર્યું છે અને લીગલ ટીમ સાથે પણ ચર્ચા કરીને તે તારણ પર પહોંચ્યા છીએ કે મારો લાઈવ ડિટેક્ટીવ ટેસ્ટ કરાવાવામાં આવે. હું હનુમાન તો નથી કે છાતી ચીરીને દેખાડી શકું, તેમ છતાં જનતાને કહેવા માંગું છું કે હું મોગલ માને સોંગદ કહીને જણાવું છું કે મેં દારૂ પીધો નથી.

મારી ડિમાન્ડ તે છે કે મારો બ્રેન મેપિંક ટેસ્ટ, લાઈવ ડિટેક્ટીવ ટેસ્ટ, વીડિયો રેકોર્ડિંગ સાથે થાય. પરંતુ મારી માંગણી છે કે જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં મારો ટેસ્ટ થાય. અહીં એફએસએલમાં રિપોર્ટ કરાવ્યો હોય ત્યાં મેં જિંદગીમાં દારૂ પીધો નથી તેમ છતાં પોઝિટીવ રિપોર્ટ આવતો હોય તો બીજું કહેવું શું? દારૂ પીવાના આરોપ પર ઇસુદાન ગઢવીએ કહ્યું, મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો.. આ રિપોર્ટ ખોટો છે,દબાણના કારણે રિપોર્ટ બદલાયો છે.

ઇશુદાને વધુમાં જણાવ્યું હતુ કે, મારો લાઇડીટેક્ટર ટેસ્ટ કરવામાં આવે તેવી માંગ છે. મા માંગલના સાોગંધ ખાઇને કહુ છે કે મે જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. મારો બ્રેઇન રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવે, જ્યાં ભાજપાની સરકાર ન હોય ત્યાં વિડિયો રેકોર્ડીંગ સાથે ટેસ્ટ થાય. મારે વિનંતી છે કે મારુ લોહી ટેસ્ટ માટે લેવાયું હતું તે સરકાર સાચવી રાખે. અમે એ અંગે કાયદાકીય લડાઇ લડવાના છીએ. ઇશુદાને પેપર લીક થયાની ચર્ચા મુદ્દે જણાવ્યું હતું કે હાલ તે ચર્ચા નથી પણ મારા દારૂ પીધાની ચર્ચા છે. હુ ગુજરાતના લોકો અને તેમના બાળકોની ભવિષ્ય માટે લડવાનો છું. હવે હું પોલીસ મથકે રજુ થવા જઇશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More