Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એક એપથી મોનિટરિંગ

આખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી.

અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત પેપરલેસ, 3 કિ.મી વિસ્તારમાં એક એપથી મોનિટરિંગ

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આવે એટલે પોલીસ બંદોબસ્તથી લઈને સમગ્ર રૂટ અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે. આ દરમિયાન શહેરમાં સૌથી મોટા પોલીસ બંદોબસ્ત માટે નાનામાં નાની માહિતી કર્મચારીઓ સુધી પહોંચાડવી એક મોટો પડકાર હોય છે. પરંતુ આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત એક એપના માધ્યમથી 3 કિ.મી વિસ્તારમાં રહેલા પોલીસ બંદોબસ્તનું મોનિટરીંગ કરવામાં આવ્યું છે. જી હા...સાંભળીને થોડી નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. આ વર્ષે રથયાત્રામાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવ્યો હતો.

મહેસાણામાં અશાંત ધારો લાગુ! 79 વિસ્તારમાં મકાન લે વેચ માટે લેવી પડશે ફરજિયાત મંજૂરી

એક એપના માધ્યમથી 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ
આખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 24000થી વધુ કર્મચારીઓમાંથી 2400 પોલીસ કર્મચારીઓનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી. રથ યાત્રાના 10 દિવસ પહેલા જ આ એપ તૈયાર કરવામાં આવી હતી. જેમાં બહારની પોલીસ રથયાત્રામાં ફાળવાયેલા બંદોબસ્ત પોઇન્ટ ઉપર સરળતાથી પહોંચે તે માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ હતી. એટલું જ નહીં, બંદોબસ્તનું લોકેશન, અધિકારીઓને જરૂરી સૂચના સહિત તમામ સૂચનો એપના માધ્યમથી કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં આ પહેલ ગુજરાત પોલીસ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર શરૂઆત, કયા પાકનું કેટલું થયું વાવેતર, બિયારણની શું સ્થિતિ?

પેપર લેસ બંદોબસ્ત અને સમય બચે તે માટે 10 દિવસમાં એપ તૈયાર
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી.ધંધુકિયા અને રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ બી.બી.જાડેજા એક બેચના છે, જેઓ એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે, જેમણે એક એપ્લીકેશન બનાવી હતી. રથયાત્રાના 10 દિવસ પહેલા બંને પીઆઇ વચ્ચે વાતમાંથી વાત થઈ કે પોલીસ બંદોબસ્તમાં કોઈ તકલીફ ના પડે એના માટે એક વિચાર આવ્યો કે આ રથયાત્રામાં પેપર લેસ બંદોબસ્ત અને સાથે સમય બચે તે હેતુથી માત્ર 10 દિવસમાં આ એપ્લિકેશન બનાવી હતી. અત્યારે આ એપ પ્રાયોગિક ધોરણે રથયાત્રામાં ઉપયોગમાં લેવાઈ હતી.

નવો રાઉન્ડ શરૂ થતા જ ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ; અંબાલાલ પટેલની તોડફોડ આગાહી

3 કિ.મી વિસ્તારમાં સંપૂર્ણ બંદોબસ્ત પેપર લેસ
આખી રથયાત્રામાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 2400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં લગભગ 230 જેટલા પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. આ બંદોબસ્તમાં હોમગાર્ડથી લઈને DIG કક્ષાના અધિકારીઓને આ એપ્લિકેશનના માધ્યમથી ફરજ પરની જગ્યા અને તમામ વ્યવસ્થાઓ મૂકવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં ફરજ પરના તમામ અધિકારીઓના મોબાઇલ નંબર અને તેમને ફાળવવામાં આવેલા પોઇન્ટ અંગે વિગતો અને લોકેશન મૂકવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનની મદદથી રથયાત્રાના લગભગ 3 કિલોમીટર વિસ્તારમાં સંપૂર્ણ બંદોબસ્ત પેપર લેસ ગોઠવવામાં આવ્યો હતો અને તેનો ફાયદો આ 2400 પોલીસ કમીઓને થયો હતો. 

ગુજરાતમાં કઈ જગ્યાએ પૂર આવશે તે 10 દિવસ પહેલા ખબર પડી જશે! જાણો શું છે આ સિસ્ટમ?

તમામ જગ્યા પર જઈને ડેટા સ્ટોર કર્યો
બન્ને પીઆઈ દ્વારા એપમાં તમામ જેટા સેવ કરવાની કામગીરી હાથ ઘરી હતી. જેમણે તમામ લોકેશન અને વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત અંગે તમામ જગ્યા પર જઈને ડેટા સ્ટોર કર્યો હતો. આ એપ્લિકેશનનો ઉપયોગ રથયાત્રામાં સફળ રહ્યો હતો અને હવે આગામી સમયમાં આ એપનો ઉપયોગ શહેરમાં મોટા બંદોબસ્ત અંગે ઉપયોગ કરવામાં આવે તો તમામ મોટા બંદોબસ્ત પેપર લેસ થઈ શકે છે. સાથે ટેકનોલોજીનો પણ ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે. એટલું જ નહીં, પોલીસના ઉચ્ચ અધિકારીઓનો બ્રિફિંગ અને પણ સમય બચી શકે.                                       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More