Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ પોલીસે ફરી બદનામી વહોરી! પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, પછી કારમાંથી એવી વસ્તુ મળી કે....

નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા નજીક અકસ્માતની ઘટના બની હતી. સ્પીડમાં કાર ચલાવીને પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો હતો. નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલાએ અકસ્માત કર્યો હતો. 

અમદાવાદ પોલીસે ફરી બદનામી વહોરી! પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત, પછી કારમાંથી એવી વસ્તુ મળી કે....

ઉદય રંજન/અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જાયો છે. એટલું જ નહીં જે કાર સાથે અકસ્માત થયો તે અકસ્માત સર્જનાર પોલીસકર્મીની કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી. જોકે આ ઘટનાને પગલે ફરી એક વખત પોલીસ વિભાગે બદનામી વહોરવાની આવી છે.

PMના હોમ ટાઉનમાં આ સાંસદે સામેથી કહ્યું; 'મારી ઉંમર થઈ, ચૂંટણીમાં યુવાનોને તક આપો'

ઉલ્લેખનીય છે કે આ બનાવ નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન બન્યો હતો. જેમાં ફરિયાદી નો આરોપ હતો કે અકસ્માત કરનાર ચાલક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યો હતો. અને ફરીયાદીની વાત માનીએ તો પોલીસકર્મીની કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે ગાડી ચાલતી હોવાથી ફરિયાદીની કારને ટક્કર મારી,જેના કારણે ગાડી ના પાછળ ભાગે નુકસાન થયું હતું જે અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને આરોપી પોલીસ કર્મી ની ધરપકડ કરી હતી. 

'આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા ઉખેડીને આ શંભુ મેળાને ગિરનાર મોકલી દઈશું'

ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પોલીસ કર્મી અનિરુદ્ધ સિંહ વાઘેલા છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશન માં ડી સ્ટાફ માં ફરજ પર છે. આરોપી અનિરુદ્ધ સિંહ વાઘેલા નું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અકસ્માત દરમિયાન ઘટના સ્થળે સામે આવેલા વિડીયો પરથી એવા આક્ષેપો લાગેલા હતા કે પોલીસ કર્મચારી દારુ પીધેલી હાલતમાં હોવાથી બફાટ કરતો હતો. 

માત્ર 10 રૂપિયામાં મેળવો જન્મનો દાખલો! ગુજરાતના આ શહેર સાથે જોડાયા મહાકૌભાંડના તાર

બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર આરોપી અનિરુધ સિંહ વાઘેલાની ધરપકડ કરી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને રાત્રિ દરમિયાન કોઇ તપાસમાં જઈ રહ્યા હતા અને સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફરિયાદીની કારણે ટક્કર મારી જેના કારણે સ્થાનિક ભેગા થઈ ગયા હતા. વાહનની ટક્કર બાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

બજેટ પહેલા સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More